For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાસ વેગાસમાં ભાષણ દરમિયાન મહિલાએ હિલેરી ક્લિંટન પર ફેંક્યું જૂતું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લાસ વેગાસ, 11 એપ્રિલ: લાસ વેગાસમાં એક સંમેલનમાં પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનનું ભાષણ શરૂ થતાં જ તેમના પર જૂતું ફેંકનાર મહિલાને સંઘીય કસ્ટડીમાં લેવામાં આવી. હિલેરી ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્ક્રેપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝની બેઠકને સંબોધિત કરી રહી હતી.

આ ઘટના હિલેરી ક્લિંટનના મંચ પર પહોંચતાની થોડીવાર પછી બની હતી. હિલેરી ક્લિંટન બચી ગઇ અને તેમને જૂતું લાગ્યું નહી. ત્યારબાદ તેમણે આ વાતને લઇને મજાક પણ કરી.

તેમણે કહ્યું કે શું કોઇ મારી પર કંઇ ફેંકી રહ્યું છે? શું આ સર્કસ કળાનો ભાગ છે? બોલરૂમમાં બેઠેલા એક હજારથી વધુ દર્શક હિલેરીની આ વાત પર હસતા હસતા તાળીઓ વગાડવા લાગ્યા. ત્યારબાદ તેમણે પોતાનું ભાષણ શરૂ કર્યું.

hilary-600

હિલેરી ક્લિંટને એ પણ કહ્યું મને ખબર નથી કે નક્કર કચરાનું મેનેજમેન્ટ આટલું વિવાદાસ્પદ છે. અમેરિકી ગુપ્તચર સેવાના પ્રભારી વિશેષ એજન્ટ બ્રાયન સ્પેલેસીએ કહ્યું કે મહિલા સાથે પુછપરછ કરવામાં આવી રહી હતી અને તેને આપરાધિક આરોપોનો સામનો કરવો પડશે. બ્રાયને મહિલાની ઓળખ ઉજાગર કરવાની મનાઇ કરી અને કહ્યું કે તેમણે આરોપોની સ્પષ્ટ જાણકારી નથી. તેમણે કહ્યું કે મંચ પરથી કાળા તથા સંતરા રંગનું જૂતું મળી આવ્યું છે.

બીજી પંક્તિમાં બેસેલી એલેન રોજેને કહ્યું કે તેમણે મંચ તરફ એક સંતરાના રંગની વસ્તુ ઉડતી જતી જોઇ. આ સાથે જ હવામાં કાગળ ઉડી રહ્યાં હતા. દર્શકોમાં બેસેલી રોજેને કહ્યું હતું કે તે મહિલા સિટિંગ એરિયામાં લગભગ છ કતાર આગળની તરફ આવી. તેણે સામે ફેંક્યું, પાછળ ફરી, હવામાં હાથ ઉઠાવ્યો અને પછી પાછળની તરફ જતી રહી. સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક તેની ધરપકડ કરી લીધી.

English summary
Hilary Clinton attacked by a shoe in Las Vegas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X