હિમાચલની ચૂંટણી પેઇડ ન્યુઝ માટે ટેસ્ટ કેસ : ચૂંટણી પંચ

himachal pradesh map
શિમલા, 7 ઑક્ટોબર : આજે ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ અક્ષય રાઉતે જણાવ્યું કે "હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ ચૂંટણી પંચે પેઇડ ન્યુઝના દૂષણને રોકવા માટે બહાર પાડેલી માર્ગદર્શિકાઓના અમલીકરણ માટેનો ટેસ્ટ કેસ બની રહેશે."

રાઉતે વધુમાં જણાવ્યું કે "શંકાસ્પદ પેઇડ ન્યુઝ સામે કડક પગલાં લેવામાં આવશે. જે સમાચાર પત્ર કે ટીવી ચેનલ સામે પેઇડ ન્યુઝનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચશે તેની સામે કાર્યવાહી કરી 96 કલાકમાં જવાબ આપવા કહેવામાં આવશે."

તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી) નિમવામાં આવશે. ચૂંટણી આધારિત તમામ પ્રિન્ટ અને ટીવી માટેની માહિતી પર નજર રાખવામાં આવશે. પેઇડ ન્યુઝ માર્ગદર્શિકાનો ભંગ કરનાર મીડિયા સામે કડક પગલાં લેવામાં આવશે.

આવી જ રીતે કોઇ ઉમેદવાર તેની પ્રચાર માટેની ખર્ચ મર્યાદાથી ઉપર જશે તો તેને ચૂંટણી લડવા માટે બિનયોગ્ય જાહેર કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ ટેસ્ટ કેસ બની રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X