Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM મોદીએ દુનિયાની સૌથી લાંબી સુરંગ 'અટલ ટનલ'નુ કર્યુ ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે હિમાચલ પ્રદેશના મનાલીમાં દુનિયાની સૌથી લાંબી સુરંગ અટલ ટનલનુ ઉદ્ઘાટન કર્યુ.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે હિમાચલ પ્રદેશના મનાલીમાં દુનિયાની સૌથી લાંબી સુરંગ અટલ ટનલનુ ઉદ્ઘાટન કર્યુ. 9.02 કિલોમીટર લાંબી આ સુરંગ ઋતુની કોઈ પણ અડચણ વિના આખુ વર્ષ મનાલીને લાહોલ સ્પીતિ સાથે જોડશે. આ સુરંગ દ્વારા મનાલી અને લેહ વચ્ચેનુ અંતર 46 કિલોમીટર ઘટી જશે અને લગભગ 4થી 5 કલાકનો સમય બચશે. હિમાલયની પીર પંજાલ રેંજમાં સમુદ્ર તળે લગભગ 3000 મીટરની ઉંચાઈએ આ સુરંગને અલ્ટ્રા-મૉડર્ન વિશેષતાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.

atal tunnel

અટલ ટનલના ઉદ્ઘાટનના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ભારતીય ભૂમિ દળ સેના પ્રમુખ જનરલ એમએમ નરવાણે પણ હાજર રહ્યા. ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદીએ સુરંગનુ નિરીક્ષણ કર્યુ અને જીપ દ્વારા આખી ટનલનો રાઉન્ડ લગાવ્યો.

આ છે ટનલની ખાસ વાતોઃ

  • 3300 કરોડ રૂપિયાથી બનેલી અટલ સુરંગ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે.
  • અટલ સુરંગ દુનિયામાં સૌથી લાંબી હાઈવે સુરંગ છે.
  • 9.02 કિલોમીટર લંબાઈ છે અટલ સુરંગની.
  • મનાલીને લાહોલ સ્પીતિ ઘાટીથી આખુ વર્ષ જોડીને રાખશે.
  • પહેલા લાહોલ સ્પીતિ ઘાટી ભારે બરફ વર્ષાના કારણે 6 મહિના સુધી બાકીના ભાગોથી કપાયેલી રહેતી હતી.
  • હિમાલયના પીર પંજાલ પર્વત શ્રૃંખલાની વચ્ચે બનાવવામાં આવી છે અટલ સુરંગ.
  • સમુદ્ર તળથી લગભગ 3000 હજાર મીટની ઉંચાઈ પર સુરંગને અત્યાધુનિક વિશેષતાઓ સાથે બનાવવામાં આવી છે.
  • ઉત્તરી પોર્ટલ 3071 મીટરની ઉંચાઈએ લાહોલ ઘાટીમાં તેલિંગ, સીસુ ગામની નજીક સ્થિત છે.
  • ઘોડાની નાળ જેવા આકારવાળી બે લેનવાળી સુરંગમાં 8 મીટર પહોળો રસ્તો છે.
  • અટલ સુરંગની ઉંચાઈ 5.525 મીટર છે.
  • અટલ સુરંગની ડિઝાઈન પ્રતિદિન 3000 કારો અને 1500 ટ્રકો માટે તૈયાર કરવામાં આવી છે.
  • અટલ ટનલની વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક હશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X