Himachal: સુખવિંદર સુક્ખુએ CM અને મુકેશ અગ્નિહોત્રીએ લીધા DYCMના લીધા સપથ
સુખવિંદર સુક્ખુએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરની હાજરીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
Himachal: ચાર વખત ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુખવિંદર સુક્ખુએ હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે મુકેશ અગ્નિહોત્રીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
શિમલાના રિજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, નેતા સચિન પાયલટ સહિતના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.

સુખવિંદર સુક્ખુએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરની હાજરીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુકેશ અગ્નિહોત્રીએ હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
શપથ બાદ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, અમે બધા ખૂબ જ ખુશ છીએ. અમે જે પણ વચન આપ્યું છે, અમે તેને વહેલી તકે પૂરા કરવા માંગીએ છીએ.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, અમે કેબિનેટની પહેલી બેઠકમાં જનતાને આપેલા અમારા વચનો પૂરા કરીશું. જૂની પેન્શન યોજના પુનઃ લાગૂ કરવામાં આવશે. પહેલા લોકો કહેતા હતા કે, કોંગ્રેસ કોઈ રાજ્યમાં સત્તામાં નહીં આવે, પરંતુ આજે અમે ભાજપનો 'વિજય રથ' રોક્યો છે.
#WATCH | Congress leader Sukhwinder Singh Sukhu takes oath as Himachal Pradesh CM, in presence of Congress President Mallikarjun Kharge and party leaders Rahul Gandhi and Priyanka Gandhi Vadra, in Shimla pic.twitter.com/WQDWtKfQyR
— ANI (@ANI) December 11, 2022
હિમાચલમાં કોંગ્રેસ માટે ઘણા દાયકાઓ સુધી કામ કરનાર સુખવિંદર સુક્ખુને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા શનિવારના રોજ એક દિવસ પહેલા મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જે બાદ સુખવિંદર સુક્ખુના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. બીજી તરફ શપથગ્રહણ પહેલા મોટી સંખ્યામાં સમર્થકો સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં ઉજવણીનો માહોલ જામ્યો હતો.
પોતાના પુત્ર સુખવિંદર સુક્ખુને મુખ્યમંત્રી બનતા જોવા માટે તેમના માતા સંસાર દેવી પણ શિમલા પહોંચી હતી, જ્યાં મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સમાજ અને રાજ્યની પ્રગતિ તેમની ઈચ્છા છે. હું ખૂબ જ ખુશ અનુભવું છું.
અમે બધા ખુશ છીએ, તેમણે ખૂબ મહેનત કરી છે
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ, નેતાઓ અને તમામ કાર્યકર્તાઓએ એક થઈને આ લડાઈ લડી અને જીત્યા, આ જનતાની જીત છે. એક બાદ એક તમામ કામ થશે. આ કોઈ એક વ્યક્તિની જીત નથી, બધાએ સાથે મળીને કામ કર્યું અને આ પરિણામ છે. પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, અમે બધા ખુશ છીએ, તેમણે ખૂબ મહેનત કરી છે.












Click it and Unblock the Notifications
