હિમાંશી ખુરાનાને કોરોના પોઝિટિવ, બે દિવસ પહેલાં ખેડૂતોના આંદોલનમાં સામેલ થઈ હતી
હિમાંશી ખુરાનાને કોરોના પોઝિટિવ, બે દિવસ પહેલાં ખેડૂતોના આંદોલનમાં સામેલ થઈ હતી
નવી દિલ્હીઃ બિગ બૉસની પૂર્વ કંટેસ્ટન્ટ પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાના કોરોનાના લપેટામાં આવી ચૂકી છે. હિમાંશીએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે. જણાવી દઈએઐ કે હિાંશી ખુરાના કૃષિ સાથે જોડાયેલા બિલના વિરોધમાં ખેડૂતોને સમર્થન આપવા તેમના પ્રદર્શનમાં સામેલ થઈ હતી. હિમાંશી લાંબા સમયથી ખેડૂતોના સમર્થનમાં પોસ્ટ કરી રહી હતી. હવે હિમાંશી કોરોના વાયરસનો શિકાર થઈ ગઈ છે. હિમાંશીએ જણાવ્યું કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બે દિવસ પહેલાં ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધું
હિમાંશી ખુરાનાએ પોસ્ટમાં લખ્યું, "તમને બધાને જણાવવા માંગું છું કે પૂરી સાવચેતી રાખવા છતાં હું કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છુ્ં. જેમ કે તમને બધાને ખબર છે, બે દિવસ પહેલા મેં ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો. એ જગ્યાએ ઘણી ભીડ હતી. આજે સાંજે શૂટિંગમાં જતા પહેલાં મેં કોરોના ટેસ્ટ કરાવવાનું વિચાર્યું હતું."

મારા સંપર્કમાં આવેલા બધા લોકો ટેસ્ટ કરાવી લે
હિમાંશીએ આગળ લખ્યું કે, "મારા સંપર્કમાં આવ્યા તે બધા લોકો કોરોના ટેસ્ટ કરાવી લે અને કૃપિયા આંદોલન દરમ્યાન પૂરી સાવધાની વરતો. જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમને મારી ભલામણ છે કે તમે ભૂલતા નહિ કે આપણે મહામારીથી પસાર થઈ રહ્યા છીએ. તેથી કૃપિયા કરી સાવધાની વરતવી."

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હિમાંશી
જણાવી દઈએ કે પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હિમાંશી બિગ બૉસનો ભાગ રહી ચૂકી છે. કંટેસ્ટન્ટ આસિમ રિયાજ સાથે હિમાંશીની જોડી ઘણી ચર્ચામાં રહી. હિમાંશીને કોરોના પોઝિટિવ થતાં તેના ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે ટ્વીટર પર હિમાંશી ટ્રેન્ડ પણ થઈ રહી છે. લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
