વિશ્વની સૌથી સુંદર મહિલા રાજકારણી હિના ખાર

નવી દિલ્હી, 14 માર્ચઃ પાકિસ્તાનના વિદેશમંત્રી હિના રબ્બાની ખારનું નામ તેમની સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહ્યું છે. વિદેશી પ્રવાસ સમયે તેમના ડ્રેસ અને તેમના ચશ્મા હંમેશા મીડિયાનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. પાકિસ્તાનના પહેલા વિદેશમંત્રી બનવાની સિદ્ધિ હાંસલ કર્યા બાદ અને વધુ એક સિદ્ધિ તેમના ફાળે આવી છે.

વિશ્વની સૌથી આકર્ષક મહિલા રાજકારણીઓની યાદીમાં પાકિસ્તાનના વિદેશમંત્રી હિના રબ્બાની ખારે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ઇન્ડિયા ટૂડે દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ પરિણામ બહાર આવ્યું છે. હિના રબ્બાની ખારને આ યાદીમાં પહેલું જ્યારે અમેરિકાના હિલેરી ક્લિન્ટનને નવમું સ્થાન મળ્યું છે.

hina-rabbani
આ સર્વેમાં ટોપ ટેનની યાદીમાં ભારતીય રાજકારણની બે ટોચના મહિલાઓ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી પણ સામેલ છે. પાકિસ્તાનના વિદેશમંત્રીને વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા રાજકારણીનું આ પદ તેમના શ્રેષ્ઠ અને આકર્ષક કપડાઓની સાથો-સાથ ફેશનેબલ આઉટફિટ માટે આપવામાં આવ્યું છે. વિદેશી પ્રવાસના સમયે મીડિયાએ હંમેશા તેમના આઉટફિટની સાથો-સાથ તેમના ચશ્મા અને હેન્ડબેગને વધારીને દર્શાવવામાં આવે છે.

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી તરફથી પહેલીવાર હિના રબ્બાની ખાર પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા અને પોતાના બેબાક અંદાજ માટે હંમેશા તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ યાદીમાં હિના ખાર ઉપરાંત પાકિસ્તાનની અન્ય એક મહિલા વકીલ અને રાજકારણી કાશમાલા તાઇક પણ સામેલ છે. આ ઉપરાંત ટોપ ટેનની યાદીમાં કેનેડાના રાજકારણી વિશેષજ્ઞ રુબી ઢલ્લા અને યુક્રેનના પુર્વ પ્રધાનમંત્રી યૂલિયા તિમોશેંકો સામેલ છે. જો કે, જોર્ડનના રાણી રાનિયા ઉલ અબ્દુલ્લા અને મિશેલ ઓબામાં ક્રમશઃ 11 અને 12માં સ્થાન પર રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X