Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hindenburg Target Madhabi Buch : કોંગ્રેસના આરોપ પર હિંડનબર્ગે માધવી પુરી પર સવાલ ઉઠાવ્યા

Hindenburg Target Madhabi Buch : સેબી ચીફ માધવી પુરી બુચ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો ચહેરો બનીને સામે આવી છે.

આ મુદ્દે પહેલા હિંડનબર્ગ અને હવે કોંગ્રેસ સતત ખુલાસા કરી રહી છે. કોંગ્રેસ સતત આરોપો લગાવી રહી છે ત્યારે હવે હિંડનબર્ગે પણ આકરા સવાલ ઉઠાવ્યા છે.

Madhabi Puri Buch

હિંડનબર્ગ રિસર્ચે સેબીના ચેરપર્સન માધવી પુરી બુચના મૌન પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ પક્ષે બુચ અને કેટલીક મોટી કંપનીઓ વચ્ચે નાણાકીય વ્યવહારો અંગે નવા આક્ષેપો કર્યા બાદ આ નિવેદન આવ્યું છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે બુચની ખાનગી કન્સલ્ટિંગ ફર્મને સેબી દ્વારા નિયંત્રિત કેટલીક કંપનીઓ પાસેથી જંગી રકમ મળી છે, જેના વિશે હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે માધવી પુરી બુચની ખાનગી કન્સલ્ટિંગ ફર્મ અગોરા પ્રાઈવેટ લિમિટેડે 2016 થી 2024 વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ડૉ રેડ્ડીઝ અને પિડિલાઈટ જેવી કંપનીઓ પાસેથી આશરે 2.95 કરોડ રૂપિયા મેળવ્યા.

કોંગ્રેસે કહ્યું કે આમાંથી 88 ટકા એટલે કે 2.59 કરોડ રૂપિયા એકલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપ પાસેથી આવ્યા છે. આ આંકડો કન્સલ્ટિંગ ફર્મની કુલ આવકનો મોટો હિસ્સો દર્શાવે છે. આ સાથે કોંગ્રેસે દાવો કર્યો કે બૂચના પતિ ધવલ બુચે પણ વ્યક્તિગત રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી 4.78 કરોડ રૂપિયા મેળવ્યા હતા, જેનાથી હિતોના સંઘર્ષનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.

હવે યુએસની શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે બુચે કેટલાંક અઠવાડિયા સુધી આ આરોપોનો જવાબ આપ્યો નથી, જે ચિંતાજનક છે. હિન્ડેનબર્ગે X પર એક પોસ્ટમાં કહ્યું કે આ એક ગંભીર બાબત છે, ખાસ કરીને જ્યારે સેબી જેવી મહત્વની રેગ્યુલેટરી પોસ્ટ હોલ્ડ કરતી વખતે આવા નાણાકીય વ્યવહારો પ્રકાશમાં આવ્યા હોય.

એક તરફ કોંગ્રેસે આ આરોપો લગાવ્યા તો બીજી તરફ મહિન્દ્રા ગ્રુપ અને ડૉ. રેડ્ડીઝે આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું હતું કે આ આરોપો પાયાવિહોણા છે. આ કંપનીઓએ પોતપોતાના નિવેદનમાં કહ્યું કે તેઓએ કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.

આ મામલો સેબી જેવી સંસ્થાના હિતોના ટકરાવ અને પારદર્શિતાના ધોરણો પર પ્રશ્નો ઉભા કરે છે. જ્યાં એક તરફ કોંગ્રેસ પક્ષે બુચના નાણાકીય વ્યવહારો પર ગંભીર આક્ષેપો કર્યા છે, તો બીજી તરફ હિંડનબર્ગે પણ આ સમગ્ર મામલે બૂચના મૌન પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો અને હિંડનબર્ગ દ્વારા કરાયેલા પ્રશ્નો મામલાને વધુ ગંભીર બનાવી રહ્યા છે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે, જે આ વિવાદને અમુક અંશે સાફ કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X