જાણીતા કવિ અને વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ ખરેનું બ્રેઈન હેમરેજના કારણે નિધન
હિંદીના પ્રખ્યાત કવિ, વરિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર તેમજ દિલ્હી હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ વિષ્ણુ ખરેનું બુધવારે દિલ્હીના જી બી પંત હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે.
હિંદીના પ્રખ્યાત કવિ, વરિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર તેમજ દિલ્હી હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ વિષ્ણુ ખરેનું બુધવારે દિલ્હીના જી બી પંત હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. વિષ્ણુ ખરેને લગભગ બે સપ્તાહ પહેલા મયૂર વિહાર સ્થિત હિંદુસ્તાન એપાર્ટમેન્ટમાં બ્રેઈન હેમરેજ થયુ હતુ. બ્રેઈન હેમરેજ સમયે તે ઘરમાં એકલા હતા. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં ભરતી હતા. બ્રેઈન હેમરેજના કારણે તેમના શરીરના એક ભાગમાં પેરાલિસીસ થઈ ગયો હતો અને તેઓ કોમામાં જતા રહ્યા હતા.

ખરેને બ્રેઈન હેમરેજ હોવાના સમાચાર મળ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે 30 જૂને જ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ મુંબઈમાં રહેતા હતા પરંતુ થોડા દિવસો પહેલા હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ બનતા થોડા દિવસોથી તેઓ દિલ્હી રહેવા લાગ્યા હતા. વિષ્ણુ ખરેને નાઈટ ઓફ ધ વ્હાઈટ રોઝ સમ્માન, હિંદી એકેડમી સાહિત્ય સમ્માન, શિખર સમ્માન, રઘુવીર સહાય સહાય સમ્માન, મૈથિલીશરણ ગુપ્ત સમ્માનથી નવાઝવામાં આવી ચૂક્યા છે.
9 ફેબ્રુઆરી 1940 ના રોજ મધ્યપ્રદેશના છિંદવાડામાં જન્મેલા વિષ્ણુ ખરેએ ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમએ કર્યા બાદ હિંદી પત્રકારત્વમાં પોતાના કેરિયરની શરૂઆત કરી. તેમણે થોડા સમય સુધી 'દૈનિક ઈન્દોર' માં ઉપસંપાદકનું કામ સંભાળ્યુ. તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં વરિષ્ઠ સહાયક સંપાદક તરીકે પણ કાર્યરત રહ્યા. આ ઉપરાંત તેમણે જવાહરલાલ નહેરુ સ્મારક સંગ્રહાલય તથા પુસ્તકાલયમાં બે વર્ષ સુધી સીનિયર સ્કોલર રૂપે પણ કામ કર્યુ. તેમણે જાણીતા બ્રિટિશ કવિ ટી એસ એલિયટનું અનુવાદ કર્યુ જે પુસ્તક રૂપે મરુ પ્રદેશ અને અન્ય કવિતાઓ નામથી છપાયુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
