Hindi Diwas 2021: આજે 'હિંદી દિવસ' ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામના, કહી આ ખાસ વાત
આજે આખો દિવસ હિંદી દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી છે.
નવી દિલ્લીઃ આજે આખો દિવસ હિંદી દિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી છે. તેમણે આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેમણે લખ્યુ છે કે, 'ભાષા મનોભાવ વ્યક્ત કરવાનુ સૌથી સશક્ત માધ્યમ છે. હિંદી આપણી સાંસ્કૃતિક ચેતના તેમજ રાષ્ટ્રીય એકતાનો મૂળ આધાર હોવા સાથે-સાથે પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો એક સેતુ પણ છે. મોદીજીના નેતૃત્વમાં આપણે હિંદુ તેમજ બધી ભારતીય ભાષાઓને સમાંતર વિકાસ માટે નિરંતર કટિહબદ્ધ છીએ.'

ગૃહમંત્રી અમિત શાહે હિંદી દિવસની લોકોને શુભકામના પાઠવીને પોતાના એક અન્ય ટ્વિટમાં લખ્યુ છે, 'હિંદી દિવસ પર હું સૌ દેશવાસીઓને આગ્રહ કરુ છુ કે મૂળ કાર્યોમાં પોતાના માતૃભાષા સાથે રાજભાષા હિંદીનો ઉત્તરોત્તર ઉપયોગ કરવાનો સંકલ્પ કરે. માતૃભાષા તેમજ રાજભાષાના સમન્યવયથી જ ભારતની પ્રગતિ સમાયેલી છે. તમને સહુને હિંદી દિવસની હાર્દિક શુભકામનાઓ.'
તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણની કલમ 343 હેઠળ 14 સપ્ટેમ્બરે હિંદી દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ દિવસને આખા દેશમાં હિંદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ હિંદી ભાષાને સમ્માન અને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આજના દિવસે દેશમાં ઘણા ભવ્ય આયોજન થાય છે પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે ભવ્ય આયોજન નથી થઈ રહ્યા પરંતુ આજે નવી દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં હિંદી દિવસ સમારંભ અને પુરસ્કાર વિતરણનુ આયોજન કરવામાં આવશે. આ સમારંભમાં મુખ્ય અતિથિ અમિત શાહ હશે કે જે હિંદી ભાષાના પ્રોત્સાહનમાં અમૂલ્ય યોગદાન આપનારાને રાજભાષા કીર્તિ પુરસ્કાર અને રાજભાષા ગૌરવ પુરસ્કાર પણ પ્રદાન કરશે.
હિંદી દિવસની અમુક ખાસ વાતો
- વર્ષ 1918માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદી સાહિત્ય સંમેલનમાં હિંદી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે કહ્યુ હતુ.
- બાપૂએ કહ્યુ હતુ કે હિંદી આપણી ઓળખ પણ છે અને સમ્માન પણ માટે તેને રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ.
- એક આંકડા મુજબ દેશના 78 ટકા લોકો હિંદી લખે, વાંચે, બોલે અને સમજે છે.
- 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિંદી દિવસ પણ મનાવવામાં આવે છે.
- પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં પણ હિંદી બોલવામાં આવે છે.
- ભૂટાનના પણ અમુક ભાગોમાં હિંદી બોલવામાં આવે છે.












Click it and Unblock the Notifications
