For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને ગોળી મારવી હોય તો મારી દો પરંતુ અયોધ્યામાં રામમંદિર તો બનાવીને જ રહીશઃ તોગડિયા

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરીથી એક વાર રામ મંદિરના નિર્માણ અંગે સરકાર પર પ્રહારો કર્યા છે.

|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરીથી એક વાર રામ મંદિરના નિર્માણ અંગે સરકાર પર પ્રહારો કર્યા છે. તોગડિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે જ્યારે ટ્રિપલ તલાક, જીએસટી પર કાયદો બની શકે છે તો રામ મંદિર નિર્માણ માટે કાયદો કેમ ન બની શકતો. સરકારને ચેતવણીભર્યા સૂરમાં કહ્યુ કે જો વિજયાદશમી સુધી રામ મંદિર નિર્માણ માટે કાયદો ન બન્યો તો લખનઉથી અયોધ્યા કૂચ કરવામાં આવશે. આના માટે ભલે અમારે ગોળીએ ખાવી પડે પરંતુ રામ મંદિરનું નિર્માણ તો થઈને જ રહેશે.

કાયદો ના બન્યો તો કૂચ કરીશુ અયોધ્યા

કાયદો ના બન્યો તો કૂચ કરીશુ અયોધ્યા

ઉલ્લેખનીય છે કે શુક્રવારે લખનઉથી ગાંધી ભવન પ્રેક્ષાગૃહમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકારને રામ મંદિરના મુદ્દે પ્રહારો કર્યા. પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે જો મોદી સરકાર આવનારી વિજયાદશમી સુધી રામમંદિરનું નિર્માણ કાયદેસર નહિ કરે તો તે પોતે લખનઉથી અયોધ્યા કૂચ કરશે. તોગડિયાએ કહ્યુ કે રામ મંદિર બનીને જ રહેશે ભલે તેના માટે અમારે ગોળીઓ ખાવી પડે.

જીએસટી અને ત્રણ તલાક પર કાયદો બનાવી રહી છે, મંદિર નિર્માણ પર કેમ નહિ?

જીએસટી અને ત્રણ તલાક પર કાયદો બનાવી રહી છે, મંદિર નિર્માણ પર કેમ નહિ?

પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યુ કે સરકારે જનતાને રામ મંદિર નિર્માણ માટે વચન આપ્યુ હતુ પરંતુ હવે તો પોતાના વચનથી ફરી રહી છે. સરકાર મંદિરનો કાયદો બનાવવાના બદલે જીએસટી અને ત્રણ તલાક પર કાયદો બનાવી રહી છે. તોગડિયાએ કહ્યુ કે જ્યારે મંદિર બનાવવા માટે કોર્ટની રાહ જોવાની જ હતી તો કોઠારી બંધુઓ અને તમામ કારસેવકોનું બલિદાન કેમ આપવામાં આવ્યુ?

‘હિંદુઓનો સાથ હિંદુઓનો વિકાસ'

‘હિંદુઓનો સાથ હિંદુઓનો વિકાસ'

તોગડિયાએ કહ્યુ કે 2014 થી મોદીની સરકાર પૂર્ણ બહુમતમાં છે પરંતુ તેમછતા મંદિર નિર્માણમાં મોડુ કેમ થઈ રહ્યુ છે? પ્રવીણમ ભાઈ તોગડિયાએ કહ્યુ કે અમારુ સૂત્ર ‘હિંદુઓનો સાથ હિંદુઓનો વિકાસ’ છે. અમને કાશી-મથુરા અને અયોધ્યામાં મંદિર જોઈએ. મોદી સરકારને ઘેરતા કહ્યુ કે દેશમાં 10 કરોડ યુવાનો બેરોજગાર છે અને સરકારને બુલેટ ટ્રેન દેખાય છે.

આ પણ વાંચોઃ મદ્રાસ હાઈકોર્ટ: 'સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક, બાળકોને માતાપિતા બંનેના પ્રેમની જરૂર'આ પણ વાંચોઃ મદ્રાસ હાઈકોર્ટ: 'સિંગલ પેરેન્ટીંગ સમાજ માટે ખતરનાક, બાળકોને માતાપિતા બંનેના પ્રેમની જરૂર'

English summary
hindu mahasabha national president praveen togadiya attacks on narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X