ફેસબુક વિવાદમાં હત્યા, હિન્દુ રાષ્ટ્ર સેનાના 17 એરેસ્ટ
પુણે, 5 જૂન: પુણેમાં સોમવારે થયેલી આઇટી એન્જિનિયરની હત્યાના મામલામાં પોલીસે 17 લોકોની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે એન્જિનિયરની હત્યા ફેસબુક વિવાદના મામલે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા આરોપી હિન્દુ રાષ્ટ્ર સેના સાથે જોડાયેલા છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વિવાદિત પોસ્ટને લઇને શરૂ થયેલા વિવાદે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. આરોપ છે કે ફેસબુક વિવાદના પગલે 24 વર્ષના એન્જિનિયરની ઢોર માર મારીને હત્યા કરી દેવાઇ હતી. આરોપ અનુસાર 20થી વધારે લોકોએ મળીને મોહસિન શેખ નામના યુવકને ઢોર માર માર્યો હતો, ત્યારબાદ તેનું મોત થઇ ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ કટ્ટર હિન્દુવાદી સંગઠન હિન્દુ રાષ્ટ્ર સેના સાથે જોડાયેલા છે. પોલીસે જણાવ્યું કે મોહસિનની હત્યા બાદ એક એસએમએસ પણ આરોપીઓની વચ્ચે ફરતો થયો હતો જેમાં લખ્યું હતું કે 'પ્રથમ વિકેટ પડી ચૂકી છે'
મોહસિન શેખ સોમવારે સાંજે ઓફિસથી ઘરે જઇ રહ્યો હતો, ત્યારે લાકડીઓધારી હુમલાખોરોએ તેને ઘેરી લીધો. અને તેને ઢોર માર માર્યો બાદમાં મોહસિનનું હોસ્પિટલમાં મોત થઇ ગયું. પુણેના ડીસીપી મનોજ પાટિલે જણાવ્યું કે આ તમામ આરોપી પુણેના જ રહેનારા છે. શરૂઆતી તપાસમાં માલૂમ પડ્યું છે કે આરોપી હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકર્તા છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પુણેના બીજેપી સાંસદ અરુણ શિરોલેએ લોકોને શાંતિ રાખવાની અપિલ કરી હતી, જોકે હમલા પાછળ રાષ્ટ્રવાદી હિન્દુ સેનાનો હાથ હોવા અંગે પૂછાતા તેમણે જણાવ્યું કે 'મને એવું નથી લાગતું. કેટલાંક લોકો શાંતિ ભંગ કરવા આવું કરી રહ્યા છે. મીડિયા મામલાને જેટલું વગાડી ચડાવીને કહે છે તેટલું તે છે નહીં. '












Click it and Unblock the Notifications
