For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર કોમેન્ટને લઇને રઝા મુરાદ પર અકળાયું ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓગષ્ટ: ઇદના પાવન અવસર પર ફિલ્મ અભિનેતા રઝા મુરાદે ઇશારા-ઇશારામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટોપી પહેરવાની શિખામણ આપી દિધી અને જવાબમાં ભાજપે તેમના પર રાજકીય હૂમલો બોલી દિધો. પાર્ટીની ફાયરબ્રાંડ નેતા ઉમા ભારતીએ તેમના પર નિમ્ન કક્ષાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો તો મીનાક્ષી લેખીએ તેમને 'ના' મુરાદ ગણાવ્યા હતા.

જો કે આજે સવારે રઝા મુરાદે ઇદ મુબારક માટે ભાજપના જ એક મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સાથે એક મંચ પર હતા. બંને ગળે મળ્યા અને ત્યારબાદ રઝા મુરાદે નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ચૌહાણ નામનું હથિયાર ઉઠાવ્યું અને વાર કરી દિધો. રઝા મુરાદે કહ્યું હતું કે શિવરાજ સિંહ ચૌહાણ ટોપી પહેરે છે, બીજા મુખ્યમંત્રીઓએ તેમની પાસે શિખામણ લેવી જોઇએ. ટોપી પહેરવાથી કોઇનો ધર્મ બદલાઇ જતો નથી.

ત્યારબાદ શરૂ થયો ભાજપનો જવાબી હુમલો. સૌથી પહેલાં મોરચો સંભાળ્યો ઉમા ભારતીએ. તેમને ટ્વિટ કર્યું કે 'ઇદ મુબારક, ભોપાલમાં શિવરાજજીની બાજુમાં ઉભેલા 'સી' ગ્રેડ એક્ટર રઝા મુરાદે નરેન્દ્ર મોદીની નિંદા કરી છે આવું કેવી રીતે બન્યું? ઇદ પર આટલું નિમ્નકક્ષાનું રાજકારણ?

હવે વારો આવ્યો પાર્ટી પ્રવક્તા મીનાક્ષી લેખીનો તેમને કહ્યું કે 'તે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવે છે અને વાસ્તવિક જીંદગીમાં હિરો જેવી વાતો કરી રહ્યાં છે. તેમનું નામ મુરાદ છે, પરંતુ તે નામુરાદની વાત કરી રહ્યાં છે. તેમને મુરાદાબાદના રમખાણો યાદ નથી. આ દેશમાં કોઇ રમખાણ થયા છે પરંતુ તે તેને દેખતા નથી.

meenakshi-lekhi

ટ્વિટ કર્યા બાદ ઉમા ભારતીએ મીડિયાની સામે આવી. તેમને કહ્યું કે 'એક સી ગ્રેડ અભિનેતાએ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. હું આ મુદ્દાને સાચા મંચ પર ઉઠાવશે. અમે ઇદની મુબારકબાદ ટોપી પહેર્યા વગર પણ આપી શકીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2013 પહેલાં નરેન્દ્ર મોદીની સદભાવના મિશન દરમિયાન જ્યારે મંચ પર એક મૌલવીએ તેમને ટોપી પહેરવાની ઇચ્છા વ્યક્ત કરી તો ગુજરાતના મુખ્યમંત્રીએ મનાઇ કરી દિધી હતી.

ત્યારબાદ જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં નિતિશ કુમારે ટોપી-વિવાદને લઇને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. નિતિશ કુમારે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન એવા હોવા જોઇએ જે ટોપી પણ પહેરે અને બીજાને લોકોને ગળે લગાવવા પડે.

English summary
BJP spokesperson Meenakshi Lekhi, echoing similar sentiments, said it's an irony that a reel life villain is discussing the real life hero.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X