For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિસારઃ પાકને ખુફિયા માહિતી આપવાના આરોપમાં 3 શંકાસ્પદોની ધરપકડ

ભારતીય ખુફિયા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ઈન્ટેલીજન્સ વિભાગ અને પોલિસની ટીમે હરિયાણાના હિસારથી ત્રણ શંકાસ્પદ પાક જાસૂસોની ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ખુફિયા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ઈન્ટેલીજન્સ વિભાગ અને પોલિસની ટીમે હરિયાણાના હિસારથી ત્રણ શંકાસ્પદ પાક જાસૂસોની ધરપકડ કરી છે. આ ત્રણે આરોપીઓની ઓળખ રાગીબ, મેહતાબ અને ખાલિદ તરીકે થઈ છે. આ ત્રણે આરોપીઓના મોબાઈલથી સેનાની ગતિવિધિઓની વીડિયો ક્લિપ મળી છે. આરોપ છે કે ત્રણે વૉટ્સએપ દ્વારા કૉલ અને વીડિયો કૉલ કરીને પાકિસ્તાની જાસૂસો સાથે વાતચીત કરતા હતા.

વૉટ્સએપ કૉલથી પાક જાસૂસો સાથે કરતા હતા વાત

વૉટ્સએપ કૉલથી પાક જાસૂસો સાથે કરતા હતા વાત

મેહતાબ અને રાકીબ મુઝફ્ફરપુરના રહેવાસી છે જ્યારે ખાલિદ શામલીનો રહેવાસી છે. તેમના મોબાઈલ ફોનથી અમુક ફોટા પણ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા ત્રણે આરોપી એક અઠવાડિયુ જ કેન્ટ વિસ્તારમાં આવ્યા હતા, કેન્ટ વિસ્તારાં મેસ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. આના માટે એક સિવિલ કન્સ્ટ્રક્શન કંપનીએ લેબર તરીકે આ ત્રણેને હાયર કર્યા હતા. ગુરુવારે મોડી રાતે આ ત્રણેની ધરપકડ કરવામાં આવી. હિસાર પોલિસ આ ત્રણેની પૂછપરછ કરી રહી છે.

ફોનમાંથી મળ્યા છાવણીની અંદરના વીડિયો અને ફોટોગ્રાફ

ફોનમાંથી મળ્યા છાવણીની અંદરના વીડિયો અને ફોટોગ્રાફ

વળી, પંજાબના ફિરઝપુર વિસ્તારમાં બીએસએફે એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી છે. બીએસએફની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ તેની પાસેથી કંઈ મળ્યુ નથી. આ પહેલા અટારી રેલવે સ્ટેશનથી ખુફિયા એજન્સીઓએ એક રેલવે કર્મચારીની ધરપકડ કરી હતી. આના પર પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ માટે કામ કરવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ Rain Alert: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટઆ પણ વાંચોઃ Rain Alert: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના આ 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

અટારી રેલવે સ્ટેશનથી પણ ધરપકડ કરવામાં આવી હતી

એક શંકાસ્પદ આરોપી રમકેશ મીણા અટારી રેલવે સ્ટેશન પર તૈનાત હતા, તે રેલવેમાં ચતુર્થ શ્રેણી કર્મચારી હતા. આરોપી રેલવે કર્મચારી પાસેથી બીએસએફ અધિકારીઓની માહિતી અને અટારી બોર્ડર આસપાસના અમુક વીડિયો-ફોટો મળી આવ્યા હતા. તે સમજોતા એક્સપ્રેસ સાથે જોડાયેલી માહિતી પણ ભેગી કરી રહ્યો હતો. આરોપી રાજસ્થાનના દૌસા જિલ્લાનો રહેવાસી છે. પૂછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે તે અટારી રેલવે સ્ટેશનનો વીડિયો બનાવી રહ્યો હતો. એટલુ જ નહિ તે સમજોતા એક્સપ્રેસ સાથે જોડાયેલી માહિતી ભેગી કરી રહ્યો હતો.

English summary
hisar: 3 arrested for allegedly spying for pak, one Pakistani intruder apprehended in punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X