• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાન ખાનના ચહેરા પર આવી ચમક, થેક્યૂ કહ્યું ફેન્સને

|

હિટ એન્ડ રન કેસમાં 13 વર્ષે ચુકાદો આવ્યો કે બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાને દારૂના નશામાં બેફામ ગાડી ચલાવી રહ્યો હતો. નશામાં ધ્રુત સલમાનની ગાડીની બેલેન્સ બગડ્યું અને તેને ફૂટપાથ પર ગાડી ચઢાવી મૂકી.

સલમાન અને તેના બોડીગાર્ડે, જ્યારે બહાર આવી જોયું તો જેને તે કપડાની પોટલું સમજીને ચગદી ચૂક્યા હતા તે એક વુદ્ધ સ્ત્રી હતી. અને તેને એક સ્ત્રી સાથે અન્ય ચાર લોકોને ગંભીર રીતે ધાયલ કર્યા હતા.

આ રાતને આજે 13 વર્ષ થઇ ગયા કોર્ટ સલમાનને દોષી માને છે. સલમાનનું કહેવું છે કે તે નિર્દોષ છે. સલમાનના ફેનનું કહેવું છે કે સલમાન પર રહેમ કરો તેની સજા ઓછી કરો. પણ કાનૂન બંધ આંખે નિર્ણય લે છે અને આવો જ એક નિર્ણય તે આજે લેવાનો છે.

આજે બોમ્બે હાઇકોર્ટમાં સલમાન ખાનનું ભાવિ નક્કી થશે તે જેલમાં જશે કે તેની વધુ જામીન મળશે તે નક્કી કરાશે આજે. ત્યારે આ સમાચારની પળેપળની માહિતી અમે તમને આપશું

તો આ પેજ રિફ્રેશ કરતા રહો અને સલમાન ખાનની પળે પળની માહિતી જોતા રહો આ ફોટો સ્લાઇડરમાં...

સલમાન ખાને પણ માન્યો આભાર

સલમાન ખાને પણ માન્યો આભાર

તો બીજી તરફ કોર્ટથી પરત ફરતા સલમાન સિગ્નલ પર ફેન્સ જોડે સેલ્ફી પડાવ્યા અને હાથ મિલાવ્યા. વધુમાં તેમના ગેલક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં જઇને પણ હાથ ઊંચા કરીને લોકોનો ધન્યવાદ માન્યો.

સલમાનના પરિવાર પણ ખુશી વ્યક્ત કરી

સલમાનના પરિવાર પણ ખુશી વ્યક્ત કરી

સલમાન ખાનના ગેલેક્સી ખાતેની બાલ્કનીમાં સલમાન ખાન અને તેનો સમગ્ર પરિવાર બહાર આવ્યો અને ફેન્સની સાથે પોતાની ખુશી વ્યક્ત કરી. સલમાનની મા, તેના પિતા સલીમ ખાન, ભાઇ અરબાઝ અને બહેન અર્પિતા પણ આ સમયે ખુશ દેખાતા હતા

સલમાન ખાનના ફેન્સ ખૂબ જ ખુશ

સલમાન ખાનના ફેન્સ ખૂબ જ ખુશ

સલમાનનો ચુકાદો આવતા જ તેના ફેન્સની ખુશીનો કોઇ પાર નહતો રહ્યો. ફેન્સે ફટાકડા ફોડી અને નાચ ગાન સાથે મીઠાઇ વેચી સલમાનની આ ખુશીમાં ખુશ થયા હતા.

સલમાન ખાનને સેશન કોર્ટે જમાનત આપી

સલમાન ખાનને સેશન કોર્ટે જમાનત આપી

બોમ્બે હાઇકોર્ડ દ્વારા સલમાન ખાનની 2002ના હીટ એન્ડ રન કેસમાં સેશન કોર્ટની 5 વર્ષની જેલની સજા પર રોક લગાવતા. શુક્રવારે સલમાન ખાન સેશન કોર્ટ જઇ 30 હજાર રૂપિયાનો બોન્ડ કોર્ટ સામે ભરી. તેની જમાનત મંજૂર કરાવી. હવે સલમાનને હાલ તો જેલ ભેગા નહીં થવું પડે. વધુમાં હાઇકોર્ટમાં સલમાન ખાનના કેસની સુનવણી 15 જૂને થશે.

સલમાન ખાન સેશન કોર્ટ પહોંચ્યો

કોલાબામાં પોતાના વકીલો જોડે કેસ અને જમાનત મામલે ચર્ચા વિચારણા કર્યા બાદ સલમાન ખાન તેના વકીલ શ્રીકાંત શીવાડે સાથે સેશન કોર્ટ પહોંચી ગયો છે. અહીં તે 30 હજાર રૂપિયાનો બોન્ડ ભરીને કોર્ટની પાસેથી જમાનત લેશે.

સેશન કોર્ટ જવા નીકળ્યા સલમાન ખાન

સેશન કોર્ટ જવા નીકળ્યા સલમાન ખાન

30 હજાર રૂપિયાનો બોન્ડ ભરવા માટે અને સેશન કોર્ટની પોતાની જમાનત લંબાવા માટે હાલ સલમાન ખાન તેમના ઘરેથી નીકળીને સેશન કોર્ટ તરફ જઇ રહ્યા છે.

અનુપમ, અજય અને પ્રિયા દત્ત

અનુપમ, અજય અને પ્રિયા દત્ત

સલમાન ખાનને મળવા પહોંચ્યું બોલીવૂડ. અજય દેવગણ, અનુપમ ખેર અને સંજય દત્તની બહેન અને ક્રોંગ્રેસ નેતા પ્રિયા દત્ત જ્યારે સલમાન ખાનના ઘરે પહોંચ્યા ત્યારે સલમાનની સજા પર સ્ટે લાગી ચૂક્યો હતો.

સલમાન ખાન જેલમાં નહીં જાય

સલમાન ખાન જેલમાં નહીં જાય

સલમાન ખાનને મળી મોટી રાહત. બોમ્બે હાઇકોર્ટે સલમાન ખાનની સજા પર રોક લગાવી દીધી છે. હવે સલમાન ખાન જેલના સળિયા પછાળ નહીં જાય. વધુમાં જજે કહ્યું સલમાન ખાન સરેન્ડર કરે અને જમાનત લઇ જાય. સલમાન ખાનને મળી લાંબી જમાનત. નોંધનીય છે કે આજે કોર્ટે આપેલી બે દિવસની મહોલત પૂરી થાય છે માટે કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર થઇને આગળની જમાનત લઇ જવા માટે બોલાવ્યો.

હેલન

હેલન

આજે સવારે સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં સલમાનની સાવકી માતા હેલન પણ સલમાન ખાનને મળવા પહોંચી હતી.

સલમાન ખાનના ફેને ખુશીથી ઝૂમી ઉઠ્યા

સલમાન ખાનના ફેને ખુશીથી ઝૂમી ઉઠ્યા

સલમાન ખાનની સજા પર બોમ્બે હાઇકોર્ટે આજે રોક લગાવી દીધી. આ સમાચારે બોમ્બે હાઇકોર્ટ સામે અને સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની સામે ઉભેલા હજારો સલમાન ફેનને ખુશ કરી દીધા. સલમાનના ફેન્સનો ખુશીનો કોઇ પાર ના રહ્યો આ સમાચાર સાંભળીને.

બાબા સિદ્દીકીએ કહ્યું અમને કાનૂન વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે

સલમાન ખાનના મિત્ર અને બાંદ્રા વેસ્ટના વિધાનસભાના સભ્ય બાબા સિદ્દીકી સલમાન ખાનના આ સમગ્ર કેસમાં સલમાનના પરિવારની સાથે રહ્યા હતા. તેમણે કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતીય કાનૂન વ્યવસ્થા દરેક પહેલું ને જોવે છે. આ નિર્ણયથી સલમાન, તેનો પરિવાર અને ફેન્સને મોટી રાહત મળી છે.

સલમાન ખાનના ઘરની બહાર ફેન્સે ફટાકડા ફોડ્યા

સલમાન ખાનની પાંચ વર્ષની સજા પર હાઇકોર્ટે લગાવી છે રોક. વધુમાં તેને જામીન પણ મળી છે આ સમાચારે તેના ગ્લેક્સી અપાર્ટમેન્ટની બહાર ઉભેલા ફેન્સને કરી દીધા છે એકદમ ખુશ આ લોકોએ સલમાન ખાનની આ ખુશી ફટાકડા ફોડીને મનાવી.

સલમાનના ઘરની બહાર મીઠાઇ વેચાઇ

સલમાનના ઘરની બહાર મિઠાઇ વેચવામાં આવી છે. ફેન્સે સલમાનને મળેલી રાહત માટે વેચી મીઠાઇ.

સલમાન ખાન માટે ફેને ખાધું ઝહેર

બોમ્બે હાઇકોર્ટની બહાર સલમાન ખાનના એક શુભેચ્છકે સલમાન ખાનને જામીન મળે તે માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેણે કોર્ટની બહાર ઝેર ખાઇ લીધું. જો કે હાલ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અમિત દેસાઇએ સલમાન ખાનને બચાવાની તાજવીજ શરૂ કરી

સલમાન ખાનના વકીલ અમિત દેસાઇએ કહ્યું કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે કારમાં ચાર લોકો હાજર હતા જેમાંથી એક એવા રવિન્દ્ર પાટિલની મોત થઇ ગઇ છે અને કમાલ ખાન જે હાલ વિદેશમાં છે તેનું પણ સ્ટેટમેન્ટ કદી લેવામાં નથી આવ્યું.

સલમાન ખાનના વકીલ અમિત દેસાઇ પહોંચ્યા કોર્ટમાં

સલમાન ખાનના કેસની સુનવણી આજે બોમ્બે હાઇકોર્ટમાં થવાની છે. ત્યારે સલમાનનો પક્ષ રાખવા માટે સલમાનના નવા નિમાયેલા વકીલ અમિત દેસાઇ બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યાં

કોર્ટ નંબર 21માં સલમાનનો કેસ શરૂ

કોર્ટ નંબર 21માં સલમાનનો કેસ શરૂ

બોમ્બે હાઇકોર્ટમાં કોર્ટ નંબર 21માં સલમાન ખાનની જામીન અરજી પર સુનવણી શરૂ થઇ ગઇ છે. સલમાનના વકીલ અમીત દેસાઇ અને સરકારી વકીલ આભા સિંહ વચ્ચે દલીલો થઇ રહી છે. આ કેસના જજ અભય થિપશે છે.

સલમાનનું ભાવિ નક્કી થયું સવારે 11:30

સલમાનનું ભાવિ નક્કી થયું સવારે 11:30

આજે બોમ્બે હાઇકોર્ટમાં સવારે 11:30 વાગે સલમાનના કેસની સુનાવણી થઇ. જેમાં નક્કી થયું કે સલમાનને જેલ ભેગા નહીં થવું પડે.

બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યાં સરકારી વકીલ સંદીપ

સલમાન ખાનની જામીન અરજી પર આજે બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી થવાની છે. 11:30 થનારી આ સુનવણી માટે સરકારી વકીલ સંદીપ કુમાર શિંદે બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યાં તો બીજી તરફ સલમાન પક્ષે બાબા સિદ્દીકી પણ કોર્ટે પહોંચ્યા.

અલવીરા પહોંચી હાઇકોર્ટમાં, બીજી રોમાં બેઠી અલવીરા

સલમાન ખાનની બહેન અલવીરા ખાન બોમ્બ હાઇકોર્ટ પહોંચી ગઇ છે. નોંધનીય છે કે સલમાન ખાનની આ તમામ કાનૂની લડાઇમાં સલમાનની બહેન અલવીરા ખડે પગે ઊભી રહી તમામ દોડદામ કરતી જોવા મળી હતી.

સલમાને વકીલ બદલ્યો

સલમાને વકીલ બદલ્યો

સેશન કોર્ટમાં સલમાનને 5 વર્ષની સજા મળ્યા બાદ સલમાને તેના વકીલની હાકલપટ્ટી કરી દીધી. અને હાઇકોર્ટમાં જામીન મેળવા માટે તેને જાણીતા વકીલ હરિશ સાલ્વેની મદદ લીધી. અને એક ચમત્કાર જ કહી શકાય કે ગણતરીના કલાકોમાં સલમાન ખાનને હાઇકોર્ટથી જામીન મળી ગઇ. વધુમાં મનાઇ રહ્યું છે કે આજે બોમ્બે હાઇકોર્ટ સલમાન કેસ હરિશ સાલ્વે નહીં પણ અમિત દેસાઇ લડશે.

સલમાનના હજારો ફેન્સ કહ્યું

સલમાનના હજારો ફેન્સ કહ્યું "હમ સાથ સાથ હૈ"

સલમાન ખાનનું ભાવિ જ્યાં આજે એક બાજુ નક્કી થવાનું છે ત્યાંજ સલમાનના ચાહકો તેના શુભેચ્છા દિવસ રાત ખડા પગે તેના ઘરની બહાર ઉભા રહીને તેને સપોર્ટ કરી રહ્યા છે.

ભારતભરથી ચાહકો મુંબઇ આવી રહ્યા છે

ભારતભરથી લોકો સલમાનને મળવા તેના ગેલક્સી એપાર્ટમેન્ટમાં આવી રહ્યા છે. પોલિસ આ લોકોને ડંડા મારી મારીને ભગાડી રહી છે તેમ છતાં લોકો પાછા આવીને ઊભા રહી જાય છે. સલમાનનો આવો જ એક ફેન છે કર્ણાટકથી ખાસ તેને સપોર્ટ કરવા આવ્યો છે.

કોર્ટમાં હાજર નહીં રહે સલમાન

કોર્ટમાં હાજર નહીં રહે સલમાન

આજે બોમ્બે હાઇકોર્ટમાં જે ચૂકાદા પર સુનવણી થવાની છે તેની માટે નિયમ મુજબ સલમાનને હાજર રહેવાની જરૂર નથી. સલમાન આ છૂટનો લાભ લઇને વધુમાં વધુ સમય તેના પરિવાર સાથે વિતાવશે.

આજે સવારે પોલિસે સલમાનના ઘરને ધેર્યું

આજે જ્યાં એક બાજુ સલમાન ખાનની બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી થવાની ત્યાં જ બીજી તરફ સલમાન ખાનના ઘરની બહાર તેના ફેનનો જમાવડો વધતો જાય છે જે જોતા મુંબઇ પોલિસે આજે સવારે મોટી સંખ્યામાં પોલિસ કાફલો સલમાન ખાનના ઘરની બહાર તેનાત કર્યો છે

સલમાનને મળવા બોલીવૂડ દોડ્યું

સલમાન ખાન અને તેના પરિવાર પર આવેલી આ આપદામાં ભાવનાત્મક સપોર્ટ કરવા માટે બોલીવૂડના અનેક સિતારોઓ સલમાન ખાનના ઘરે પહોંચ્યા. ગત રાતે જૂહી ચાવલા અને રિતિક રોશન પણ સલમાનને મળવા ગયા હતા.

વકીલ માજિદ મેમન કહ્યું સલમાનને જામીન મળવા જોઇએ

પ્રસિદ્ધ ક્રિમનલ લોયર માજિદ મેમને કહ્યું કે 5 વર્ષની સજા અને તેની અપીલને થતા થોડો સમય લાગે છે તે દરમિયાન અજરદાર એટલે કે સલમાન ખાનને જેલમાં રાખવો જરૂરી નથી તે કંઇ ભાગી નથી જવાનો તેને કાયદાકીય રીતે જામીન મળવી જોઇએ.

ભગવાન પર બધાને છે આશ

એક બાજુ જ્યાં બોમ્બે હાઇકોર્ટમાં સલમાનની જામીન પર સુનવણી થવાની છે ત્યાં જ વારાણસીમાં સલમાનના શુભેચ્છકો મળીને તેના માટે ખાસ પૂજા અને હવન કરાવી રહ્યા છે. અને તેને જામીન મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

English summary
2002 hit-and-run case: Bombay HC to hear Salman Khan's bail plea today

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more