For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિજબુલના ઇરાદાઓ પર વોટ આપીને પાણી ફેરવશે કાશ્મીરની જનતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): જમ્મૂ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અંજામ આપવા માટે કામમાં જોડાયેલા સુરક્ષા બળોની ઉંઘ હરામ થઇ ગઇ હશે કારણ કે હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ કાશ્મીરના લોકોને ધમકી આપી છે કે તે ચૂંટણીથી દૂર રહે. જો કે જાણકારો કહી રહ્યાં છે કે કાશ્મીરની જનતા આ વખતે આતંકીઓને જડબાતોડ જવાબ આપવા જઇ રહ્યાં છે. તેમને કોઇની ધમકીની ચિંતા નથી.

lashkar-recruitment-terrorist-kashmir

25ના રોજ મતદાન કરવામાં આવશે
25 નવેમ્બરના રોજ રાજકારણના પ્રથમ તબક્કા માટે મતદાન થશે. શનિવારે જ્યારે કાશ્મીર ઘાટીમાં જ્યારે લોકો સવારે ઘરોમાંથી બહાર નિકળ્યા તો ઘણી જગ્યાએ હિજબુલના આતંકીઓની ચેતાવણીવાળા પોસ્ટર દિવાલો પર લાગ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે આ ચેતાવણીની રોશનીમાં સુરક્ષાબળ સચેત થઇ ગયા છે. રાજ્યમાં સુરક્ષા બંદોબસ્તમાં લોકો ઓફિસરોની આ ચેતાવણી આવ્યા બાદ બેઠક થઇ રહી છે.

જાણકારોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21 અને 22 નવેમ્બરના રોજ રિસાસતમાં આવતાં સુરક્ષા બંદોબસ્ત એ પ્રકારે હશે કે તેમની પાસે કોઇનું ફરકવું મુશ્કેલ હશે. પ્રાપ્ત જાણકારી અનુસાર હિજબુલ મુજાહિદ્દીનના આંતકીઓએ કાશ્મીરના લોકોને ધમકી આપી હતી કે તે ચૂંટણીથી દૂર છે. જો ચૂંટણીમાં મત આપવામાં આવ્યો તો તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.

લોકોમાં ડર યથાવત
દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લાના પાંચ ગામમાં હિજબુલ આતંકીઓએ આ બાબતે પોસ્ટર લગાવ્યા છે. એટલું જ નહી, આતંકીઓએ રાજકિય કાર્યકર્તાઓને પણ ચૂંટણીની ગતિવિધિઓથી દૂર રહેવાની ધમકી આપી છે. પોસ્ટર લગાવવાની ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભય વ્યાપી ગયો છે અને ચૂંટણીની ગતિવિધિઓ ના બરાબર છે.

ઘાટીના પત્રકાર આસિફ સોહાફે જણાવ્યું કે સુરક્ષા બળોનેએ આ પોસ્ટરોને હટાવી દિધા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે પોસ્ટર આતંકવાદીઓએ લગાવ્યા છે કે કોઇ કે ટીખળ કરી છે.

English summary
Hizbul to get boot from Kashmiri voters. They are not afraid of their warnings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X