Holi 2024: ભારતમાં આ સ્થળો પર નથી ઉજવાતી હોળી, જાણો કારણ અને યાદી

Holi 2024: ભારતીય સંસ્કૃતિની ધરોહરમાં તહેવાર અને ઉત્સવોની હંમેશા બોલબાલા રહી છે. દિવાળીથી લઇને હોળી સુધીના તમામ તહેવારો અતિ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર 24 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જ્યારે 25 માર્ચના રોજ ધૂળેટી ઉજવવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં રંગોત્સવ ઉજવવામાં આવે છે.

દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતા આ તહેવાર પર, બુરા ના માનો હોળી હૈ ના ગુંજ મોટાભાગના રાજ્યોના દરેક શહેરો અને દરેક શેરીઓમાં સંભળાય છે. લોકો જૂથો બનાવે છે, અને શેરીઓમાં એકબીજાને રંગો લગાવે છે, અને ઢોલના તાલે નૃત્ય કરીને હોળીની ઉજવણી કરે છે.

શું તમે જાણો છો કે, આપણા દેશમાં કેટલાક રાજ્યો કે, શહેરો એવા છે, જ્યાં હોળીનો તહેવાર બિલકુલ ઉજવવામાં આવતો નથી. આ અહેવાલમાં આપણે જાણીશું કે, એવા કયા સ્થળો છે, જ્યાં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી.

Holi 2024

આ સ્થળોએ હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી

કસમાર ગામ, ઝારખંડ - કસમાર એ ભારતના ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લાના બર્મો પેટાવિભાગમાં કસમાર સીડી બ્લોકનું એક ગામ છે. આ ગામમાં આજથી નહીં, પરંતુ ઘણા વર્ષોથી હોળી ઉજવવામાં આવે છે.

અહીંના લોકોનું માનવું છે કે, લગભગ 100 વર્ષ પહેલા હોળીના દિવસે એક રાજાની પુત્રીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાજાનું પણ મૃત્યુ થયું હતું. ત્યાંના લોકોનું માનવું છે કે, તેમના મૃત્યુ પહેલા રાજાએ લોકોને હોળી ન ઉજવવાનું કહ્યું હતું. ત્યારથી અહીં હોળી ઉજવવામાં આવતી નથી

ઉત્તરાખંડ - ઉત્તરાખંડમાં આવેલા કુરખાન, ક્વિલી અને જૌડલા ગામમાં છેલ્લા ત્રણસો વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. આ ગામમાં હોળી ન ઉજવવા પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.

લોકવાયકા મુજબ આ ત્રણ ગામો ત્રિપુરા દેવી દ્વારા સુરક્ષિત છે. અહીંના લોકોનું માનવું છે કે, ત્રિપુરા દેવીને ઘોંઘાટ પસંદ નથી, તેથી આ ત્રણેય ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી.

રામસણ ગામ, ગુજરાત - ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા રામસણ ગામમાં પણ લોકો હોળી રમતા નથી. છેલ્લા 200 વર્ષથી અહીં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. ગ્રામજનોનું માનવું છે કે આ ગામને કેટલાક સંતો દ્વારા શ્રાપ આપવામાં આવ્યો છે. તેથી જ લોકો ઈચ્છે તો પણ અહીં હોળીનો તહેવાર ઉજવી શકતા નથી.

તમિલનાડુ, દક્ષિણ ભારત - દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં હોળી રમવામાં આવતી નથી. એવું કહેવાય છે કે, હોળીના દિવસે અહીંના લોકો હોળીને બદલે સ્થાનિક તહેવાર માસી માગમ ઉજવે છે, પરંતુ તેમને હોળીના તહેવાર સાથે કોઈ લેવાદેવા નથી.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X