રંગોમાં રંગાયો દેશ, કેટલીક સુંદર તસવીરો પર એક નજર

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં તહેવાર ઘણું મહત્વ છે. હોળી અને ધુળેટીના તહેવારની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હોય છે. લોકો રંગોમાં રંગવા માટે આતુર હોય છે. પોતાના પ્રિયજનો સાથે ધુળેટી રમવાની મજા જ કંઈક અલગ છે.

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર હોળીના તહેવાર પાછળ ભક્ત પ્રહલાદની વાર્તા છે જેમાં રાક્ષસી હોળીકાની સાથે આગમાં બેસવા છતાં પ્રહલાદને આગની જ્વાળાઓથી કોઇ નુકસાન થતું નથી. જ્યારે આગથી કોઇ નુકસાન ન થવાનું વરદાન હોવાછતાં હોળીકા સળગી જાય છે. આ અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે.

આખા દેશમાં રંગોના પર્વ હોળીનો તહેવાર પારંપારિક હર્ષોલ્લાસ અને ભાઇચારા સાથે ઉજવવામાં આવે છે. આ દરમિયાન અલગ-અલગ શહેરોમાં લોકોએ રંગ ગુલાલ અને ઠેર-ઠેર સંગીત કાર્યક્રમનું આયોજન કરે છે.

તમે પણ એક નજર કરો દેશમાં ચાલી રહેલા તહેવાર ની કેટલીક સુંદર તસવીરો પર.

હોળીની રમઝટ

હોળીની રમઝટ

ગુવાહાટીના ફેન્સી બાઝારમાં લોકોએ ધામધૂમથી ઉજવી હોળી. માનવ મેદની દૂર દૂર સુધી જોવા મળી. હોળીનો ઉલ્લાસ જોતા જ દેખાઈ છે.

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં પણ જોવા મળી હોળીની શાનદાર રમઝટ. લોકોએ એકબીજા પર ગુલાલ ફેંકીને તહેવારની મઝા માણી.

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હોળી પ્રસંગે પોતાના ચિરપરિચિત અંદાઝમાં નજર આવ્યા. રંગો સાથે સાથે તેમને ગીતો ગાઈ લોકોનું મનોરંજન કર્યું.

અમૃતસર

અમૃતસર

અમૃતસરમાં ફોરેન પ્રવાસીઓ હોળીની મજા માણી રહ્યા છે. આ તહેવાર ઉજવવા માટે તેઓ ખાસ ભારત આવે છે.

કલકતા

કલકતા

કલકતામાં આંખે દેખી ના શકે તેવા સ્ટુડન્ટ ઘ્વારા ફૂલોની પાંખડીઓ ઘ્વારા હોળી સેલિબ્રશન કરવામાં આવ્યું.

ગુવાહાટી

ગુવાહાટી

ગુવાહાટીના ઘરડા ઘરમાં વૃદ્ધ મહિલાઓ ઘ્વારા ગુલાલથી હોળી રમવામાં આવી. તે દરમિયાન તેઓ ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

ધર્માનગર

ધર્માનગર

ધર્માનગર માં વિધાર્થીઓ ઘ્વારા એકબીજાના પર ગુલાલ ફેંકીને ખુબ જ શાનદાર રીતે હોળી ઉજવવામાં આવી.

ગુવાહાટી

ગુવાહાટી

અંબારી ગુવાહાટીમાં લોકએ એકબીજા પર ગુલાલ ફેંકીને હોળી ઉત્સવ ઉજવ્યો.

English summary
Holi Celebration around india.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.