For Quick Alerts
For Daily Alerts

અહી ઘોડેસવાર દેવી પાસેથી લેવાય છે હોળિકા દહનની પરવાનગી
રાયપુર, 16 માર્ચઃ રંગ-ગુલાલોના તહેવાર હોલીથી એક દિવસ પહેલા હોળિકા દહનની પરંપરા વિવિધ રૂપોમાં મનાવવામાં આવે છે. છત્તીસગઢના જગદલપુર જિલ્લાના એક ગામમાં અનોખી પરંપરા આજે પણ કાયમ છે. અહી ઘોડેસવાર દેવીનું આહવાન કરી તેમની પૂજા કર્યા બાદ જ હોળિકા દહન કરવામાં આવે છે. પૂજારીની આગેવાનીમાં ઘોડા પર સવાર દેવીનું આહાવન કરી તેમની અનુમતિ લેવામાં આવે છે.
ગ્રામ પૂજારી સહદેવની આગેવાનીમાં અનુમતિ લઇને આ વિધિને પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ હોળિકા દહનની શરૂઆત કરવામાં આવે છે. તાહકાપાલ ગામના સાધુરામ કહે છે કે આ ચબુતરાનઆ આજુબાજુ લાકડીઓને એકઠી કરવામાં આવે છે. પૂજારી પહેલા દેવીની આરાધના કરે છે, ત્યારબાદ હોળિકા દહન કરવામાં આવે છે. ગ્રામીણ રાતમાં નાટનું પ્રદર્શન પણ કરે છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી ગ્રામીણ પણ પહોંચે છે.
Comments
English summary
holika dahan permission was taken from horse riders goddess.
Story first published: Sunday, March 16, 2014, 17:21 [IST]