ગૃહમંત્રીએ આતંકવાદીને 'શ્રી હાફિઝ સઇદ' તરીકે સંબોધ્યો

sushil kumar shinde
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: ભારતના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે આજે રાજ્યસભામાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઇદના નામની આગળ 'શ્રી' સંબોધન કર્યુ. તેમના આ વિવાદાસ્પદ ભાષણ સામે ઘણાલોકોએ વાંધો ઉઠાવ્યો છે.

અત્રે નોંધનીય છે કે હાફિઝ સઇદ આતંકવાદી સંગઠન 'જમાત-ઉદ-દાવા'નો મુખિયા છે, અને તે 26/11 મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ આરોપી છે. રાજ્યસભામાં સુશીલ કુમાર શિંદેએ આવું પહેલીવાર નથી કર્યું પરંતુ ઘણી વખત તેના નામની આગળ મિસ્ટર શબ્દનો ઉપયોગ કર્યો છે.

તેમના આ ભાષણ પર ઘણા રાજકીય પક્ષોએ પોતાનો વિરોધ નોંધાવીને જણાવ્યું છે કે જે વ્યક્તિ હજારો લોકોની મોત માટે જવાબદાર હોય તેના નામની આગળ માનવાચ ઉદબોધન કરવું એ શરમજનક બાબત છે. ભારતીય રાજનીતિમાં ઘણી વખત આવા નિવેદનો સામે આવ્યા છે. આ પહેલા એક રાજનેતાએ આતંકવાદી ઓસામા બિન લાદેનને 'લાદેન જી' તરીકે સંબોધન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X