For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નક્સલ પ્રભાવિત 10 રાજ્યોના સીએમ સાથે અમિત શાહની મહત્વની બેઠક

નક્સલીઓ પર ગાળિયો કસવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નક્સલ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે દિલ્લીમાં બેઠક કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નક્સલીઓ પર ગાળિયો કસવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નક્સલ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે દિલ્લીમાં બેઠક કરી રહ્યા છે. બેઠકમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, મધ્યપ્રદેશના સીએમ કમલનાથ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ઓડિશાના સીએમ નવીન પટનાયક અને ઝારખંડના સીએમ રઘુબરદાસ હાજર છે. તમને જણાવી દઈએ કે અમિત શાહે પદભાર સંભાળ્યા બાદ આ તેમની પોતાની પહેલી બેઠક છે. જે માહિતી મળી રહી છે તે મુજબ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર નથી.

Amit Shah

સૂત્રો મુજબ બેઠકમાં નક્સલીઓની નવી છાવણીઓ, જેમ કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ટ્રાઈ જંક્શન પર ચર્ચા થશે. ગૃહમંત્રી અમિત શાહ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. માનવામાં આવી રહ્યુ છે કે દેશના અમુક ભાગોમાં જ્યાં નક્સલી ગતિવિધિઓ વધુ છે ત્યાં માટે મોટી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયના અધિકૃત આંકડાઓ મુજબ 2009-13 વચ્ચે નક્સલી હિંસાના 8782 કેસ સામે આવ્યા. આ દરમિયાન સુરક્ષાબળો સહિત 3,326 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા. 2014-18 વચ્ચે નક્સલી ઘટનાઓની સંખ્યા ઘટે 4,969 થઈ ગઈ. આ દરમિયાન સુરક્ષાબળો સહિત 1,321 લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા. 2009-18 વચ્ચે 1,400 નક્સલી માર્યા ગયા હતા. વળી, આ વર્ષે પહેલા પાંચ મહિનામાં નક્સલી હિંસાની 310 ઘટનાઓ થઈ જેમાં 88 લોકો માર્યા ગયા.

આ પણ વાંચોઃ ઈડીએ પી ચિદમ્બરમ સામે કર્યો વધુ એક મોટો સનસનીખેજ ખુલાસોઆ પણ વાંચોઃ ઈડીએ પી ચિદમ્બરમ સામે કર્યો વધુ એક મોટો સનસનીખેજ ખુલાસો

English summary
Union Home Minister Amit Shah holds an inter-state council meeting on anti-Maoist operations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X