For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર, ગ્રાઉન્ડ ઝીરો પર સુરક્ષા સ્થિતિની કરશે સમીક્ષા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવાર(23 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય યાત્રા પર જમ્મુ કાશ્મીરમાં રહેશે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવાર(23 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય યાત્રા પર જમ્મુ કાશ્મીરમાં રહેશે. અમિત શાહ આજે શ્રીનગર પહોંચશે. અનુચ્છેદ 370 ખતમ થયા બાદ અમિત શાહનો આ કાશ્મીરનો પહેલો પ્રવાસ છે. આ ઉપરાંત અમિત શાહ ઓક્ટોબરની શરૂઆતથી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહેલ ટાર્ગેટ કિલિંગને લઈને પણ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. ઓક્ટોબરમાં અત્યાર સુધી 11 લોકોના મોટ આતંકવાદી હુમલામાં થઈ ગયા છે. અમિત શાહ સૌથી પહેલા બપોરે 12.30 વાગે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત અમિત શાહ શ્રીનગરથી શારજાહ વિમાન સેવાની શરૂઆત પણ કરશે.

Amit Shah

અમિત શાહની યાત્રાને જોતા ઘાટીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સુરક્ષા બળોએ વિશેષ રીતે શ્રીનગરમાં તપાસની ગતિવિધિઓને તેજ કરી દીધી છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરક્ષા સમીક્ષા બેઠક કરવા ઉપરાંત મંત્રી પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ નેતા સુનીલ શર્માએ કહ્યુ કે પાર્ટીને જણાવવામાં આવ્યુ છે કે અમિત શાહ શનિવારે શ્રીનગર પહોંચશે અને પહેલા જમ્મુ જશે. તેમણે કહ્યુ, 'તે નવી દિલ્લી માટે રવાના થતા પહેલા કાશ્મીરની પણ મુલાકાત લેશે.'

ભાજપ નેતા સુનીલ શર્માએ કહ્યુ કે તેમણે અમિત શાહના એક કાર્યક્રમમાં જિલ્લાધ્યક્ષોને પણ આમંત્રિત કર્યા છે. ગુરુવાર(21 ઓક્ટોબર)ના અમિત શાહના પ્રવાસ પર પાર્ટીની એક બેઠકમાં શામેલ થયા બાદ તેમણે કહ્યુ, 'ગૃહમંત્રી જમ્મુમાં એક રેલીમાં પણ શામેલ થશે.' ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ કરાયા બાદથી અમિત શાહની આ પહેલી કેન્દ્રશાસિત પ્રદેશ યાત્રા હશે. તેમણે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(એનડીએ)ના સત્તામાં આવ્યા બાદ જૂન 2019માં છેલ્લી વાર જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. અમિત શાહે ગયા મહિને સપ્ટેમ્બર, 2021માં દિલ્લીમાં લેફ્ટનન્ટ મનોજ સિન્હા અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે જમ્મુ કાશ્મીર પર એક સમીક્ષા બેઠક કરી હતી.

English summary
Home Minister Amit Shah Jammu Kashmir three-day visit to review security situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X