જામિયા ફાયરિંગ અંગે અમિત શાહે કહ્યું - આવી ઘટના સહન નહીં થાય, કડક કાર્યવાહી કરવામાં આવશે
જામિયા નગરમાં સીએએનો વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગ થતાં રાજકારણ પણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ અને આપ સહિતના અનેક રાજકીય પક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
જામિયા નગરમાં સીએએનો વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગ થતાં રાજકારણ પણ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ અને આપ સહિતના અનેક રાજકીય પક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે જ ગૃહપ્રધાન અમિત શાહે પણ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટનાની તપાસના આદેશ આપતા અમિત શાહે નિર્દેશ આપ્યો કે, કેન્દ્ર સરકાર આવી કોઈ પણ ઘટના સહન કરશે નહીં અને ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, દિલ્હીમાં બનેલી ગોળીબારની ઘટના અંગે મેં દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી હતી, તેમને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સરકાર આવી કોઈ પણ ઘટના સહન કરશે નહીં, તેને ગંભીરતાથી લેવામાં આવશે અને ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. વિપક્ષે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.
આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું છે કે દિલ્હીનો કાયદો અને વ્યવસ્થા બગડતો જાય છે. કેજરીવાલે અમિત શાહના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું કે, 'દિલ્હીમાં શું થઈ રહ્યું છે? દિલ્હીનો કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે. કૃપા કરીને દિલ્હીના કાયદો અને વ્યવસ્થાની કાળજી લો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
