ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન કોને સોંપવામાં આવે? 'મંથન' શરૂ

rajnath-singh
નવી દિલ્હી, 28 મે: ગૃહમંત્રી રાજનાથ સિંહ આરએસએસ નેતાઓની સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂકને લઇને ચાલી રહી છે. આ રાજનાથ અને આરએસએસની સામે આવેલા નામોમાં જે.પી. નડ્ડા, અમિત શાહ, પી. મુરલીધર રાવ અને પાર્ટી નેતા ઓમ માથુર સામેલ છે.

કહેવામાં આવે છે કે અત્યાર સુધી થયેલા મંથન દરમિયાન જેની નડ્ડાનું નામ સૌથી આગળ છે. સૂત્રોનું માનવું છે કે નરેન્દ્ર મોદીના અંગત અમિત શાહને પણ ભાજપના વરિષ્ઠ રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવી શકે છે. ભાજપના વરિષ્ઠ સૂત્રોના અનુસાર અમિત શાહના પક્ષમાં રાજનાથ સિંહ નથી.

લોકસભા ચૂંટણી 2014થી માંડીને અત્યાર સુધી બધા દ્વશ્યો પર નજર નાખવામાં આવે તો આ જ સામે આવી રહી છે કે અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવા જોઇએ. આ મુદ્દે જ્યારે ભાજપના અન્ય નેતાઓ પાસે સલાહ લેવામાં આવી તો તેમણે જણાવ્યું કે અમિત શાહ યોગ્ય તો છે પરંતુ તેમની જરૂરિયાત અત્યારે ઉત્તર પ્રદેશને છે. ચૂંટણી દરમિયાન યૂપીથી 73 સીટો ભાજપના ખાતામાં નાખીને અમિત શાહે સ્વયં સિદ્ધ કરી દિધું છે.

અમિત શાહ ગત 35-40 વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. કહેવામાં આવે છે કે અમિત શાહ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી નજીક પણ છે પરંતુ આરએસએસનું મંથન નજીક હોવા ન હોવાથી ઘણું દૂર રહ્યું છે. જો કે આગામી કેટલાક દિવસોમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પર અંતિમ મોહર લાગી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X