ભડકાઉ ભાષણ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી વિરૂદ્ધ કેસ દાખલ

રાજ્યમાં પાંચ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં આચાર સંહિતાનું ઉલ્લંઘનના આરોપમાં આર આર પાટીલ વિરૂદ્ધ જન પ્રતિનિધિ કાનૂન હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બેલગાંવના પોલીસ અધિક્ષક સંદીપ પાટીલના અનુસાર આર આર પાટીલ દ્રારા રવિવારે એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે. કાર્યક્રમનું આયોજન મહારાષ્ટ્ર એકીજરણ સમિતિના નેતા અને મરાઠી દૈનિક ''તરૂણ ભારત'' ના સંપાદક કિરણ ઠાકુરના જન્મદિવસ પર આયોજીત કરવામાં આવ્યું હતું.
તેમને કહ્યું હતું કે બેલગાંવ પોલીસે ગઇકાલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને તેના મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બેલગાંવ અને કેટલાક અન્ય સીમાવર્તી વિસ્તારોને લઇને મહારાષ્ટ્ર તથા કર્ણાટક વચ્ચે વિવાદ રહ્યો છે. મહારાષ્ટ્રનો દાવો છે કે બેલગાંવ તેમની સાથે હોવું જોઇએ તેમ કર્ણાટકનું કહેવું છે આ તેનો ભાગ છે અને આ મુદ્દો બંધ થઇ ચુક્યો છે.












Click it and Unblock the Notifications
