Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાકિસ્તાન માટે જાસૂસીઃ ગૃહમંત્રાલયના અધિકારીની ધરપકડ

arrested
નવી દિલ્હી, 4 માર્ચઃ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ગૃહમંત્રાલયના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીએ પાકિસ્તાનને પોખરણ અંગે ઘણી માહિતીઓ આપી હતી. નોંધનીય છે કે, પોખરણમાં જ ભારતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું.

માહિતી અનુસાર ગૃહમંત્રાલયમાં સેક્શન ઓફિસરના પદ પર નિયુક્ત ચંદ્રશેખર નામના વ્યક્તિની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. પૈસા લઇને પાકિસ્તાની જાસૂસોને સૂચનાઓ આપી હોવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. સમાચાર એવા છે કે પોખરણ અંગે પાકિસ્તાનને જરૂરી સૂચનાઓ આપી હતી.

નોંધનીય છે કે આ પહેલાં 25 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના ચાંઘન ફાયરિંગ રેન્જમાં ગત સપ્તાહે થયેલા યુદ્ધાભ્યાસ 'આયરન ફિસ્ટ-2013'માં ભારતીય વાયુ સેનાની જાસૂસી કરનારો એક પાકિસ્તાની જાસૂસ પકડાયો હતો. માહિતી અનુસાર વાયુસેનાની જાસૂસીનો આ આરોપી પોખરણ ક્ષેત્રના કરમોંની ઢાણીનો રહેવાસી છે. જાણકારી અનુસાર ભારતીય વાયુસેના જ્યારે'આયરન ફિસ્ટ 2013'માં પોતાની તાકતનો પરચો આપતીવેળા પોતાની ક્ષમતાઓના બહુઆયામી પ્રદર્શન કરી રહી હતી, ત્યારે કથિત જાસૂસ પોતાના લેપટોપ થકી આ તમામ માહિતી પાકિસ્તાન મોકલી રહ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X