ટ્વિટર પર હિટ થઇ ગયું ગૃહ મંત્રાલય, જ્યારે ફેસબુક પર વિદેશ મંત્રાલય
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ સરકારના કામકાજમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી ગયો છે. સરકારનું દરેક મંત્રાલય સોશિયલ મીડિયા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સોશિયલ મીડિયા પર છે અને તેઓ બીજા મંત્રીઓ અને મંત્રાલયોને પણ ટ્વીટર અને ફેસબુક પર રહેવાનું આહ્વાન કરી રહ્યા છે.

ગૃહમંત્રાલયને 2.32 લાખ લોકો ફોલો કરે છે, જ્યારે સૂચના અને પ્રસારણ મંત્રાલયને 2.17 લાખ લોકો ફોલો કરે છે. જ્યારે વિદેશ મંત્રાલયમાં 1.95 લાખ અને રેલ મંત્રાલયને 1.57 લાખ ફોલોવર્સ છે. જ્યારે ફેસબુક પર વિદેશ મંત્રાલયના 6.82 લાખ લાઇક્સ છે. બીજું સૌથી વધારે લાઇક માહિતી અને પ્રસારણ મંત્રાલયને 6.60 લાખ મળી છે.












Click it and Unblock the Notifications
