હત્યા પહેલા છોકરીએ ટ્રેનના ટોયલેટમાં બનાવ્યો આ વીડિયો
મુંબઇથી શરૂ થયેલી પ્રેમકહાનીનો યુપીમાં દર્દનાક અંત આવ્યો છે. મામલો ઓનર કિલિંગનો છે. જેના કારણે છોકરીના સગા બાપ અને ભાઇ પર લાગ્યો છે યુવતીની હત્યાનો આરોપ. અને આ તમામ વાત બહાર આવી છે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના કારણે. કારણ કે મૃત્યુ પહેલા આ યુવતી જ આ વીડિયો બનાવ્યા હતો તે પણ ટ્રેનના ટોયલેટમાં.
શું છે આખો મામલો?
મૂળ હાથરસના તેવા અને લાંબા સમયથી મુંબઇમાં રહેતા મુસ્લીમ પરિવારની યુવતીને પરિવારના જ એક યુવક ઇમરાન જોડે પ્રેમ થઇ ગયો હતો. બન્નેને લગ્ન કરવા હતા. પણ છોકરીના પરિવારને તે મંજૂર નહતું. 19 ઓગસ્ટે છોકરીની સંદિગ્ધ પરિસ્થિતીમાં મૃત્યુ થઇ અને પરિવારજનો પોલિસ જણાવ્યા વગર તેના શબને દફનાવી દીધું. પરિવારજનો આ યુવતી સાથે જ હાથરસ જઇ રહ્યા જ્યાં તેની હત્યા થઇ હતી.

જો કે મૃત્યુનો આભાસ આ યુવતીને પહેલા જ થઇ ગયો હશે. માટે જ તેને ટ્રેનના ટોયલેટમાં એક વીડિયો બનાવી કહ્યું હતું કે હું મારી મર્જીથી લગ્ન કરવા ઇચ્છી રહી છું. હું ઇમરાન નામના યુવકને પ્રેમ કરું છું. પણ મારો ભાઇ અને મારા પિતા મને મારવા માંગે છે. અને માટે જ મારા ગામ લઇ જાય છે. મને કંઇ પણ થાય તો તે માટે જવાબદાર મારો ભાઇ અને પિતા રહેશે.
જો કે આ વીડિયો હવે વાયરલ થઇ ચૂક્યો છે અને આ જ કારણે યુવતીમાં પરિવારની મુશ્કેલીઓ વધી ગઇ છે.












Click it and Unblock the Notifications
