હિમાચલમાં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 20નાં મોત

હિમાચલમાં યાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 20નાં મોત

કુલ્લૂઃ હુમાચલ પ્રદેશના કુલ્લૂમાં એક પ્રાઈવેટ બસ ખાડીમાં ખાબકવાથી 20 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા છે. ગુરુવારે કુલ્લૂના અવાવરૂ વિસ્તારમાં આ દૂર્ઘટના સર્જાઈ છે. બસમાં કુલ 50 લોકો સવાર હતા, આ બસ ગાડાગુશૈણી તરફ જઈ રહી હતી, ત્યારે જ ગટનાને શિકાર થઈ ગઈ અને તે ખીણમાં ખાબકી.

ગોઝારો અકસ્માત

ગોઝારો અકસ્માત

કુલ્લૂની એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે 50 લોકોને લઈ જઈ રહેલ બસ દુર્ઘટનાનો શિકાર બની. ખીણમાં ખાબક્યા બાદ બસના ભુક્કે ભુક્કા નીકળી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 20 લોકોના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યા છે. 25 લોકો ઘાયલ છે. ઈલાજ માટે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

500 ફીટ ઉંડી ખીણમાં બસ ખાબકી

કુલ્લૂના અવાવરુ વિસ્તારમાં આજે કુલ્લૂથી ગાડાગુશૈણી તરફ જઈ રહેલ પ્રાઈવેટ બસ 500 ફીટની ખાડીમાં ખાબકી ગઈ. જે બાદ પોલીસ અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.

સ્થાનિકોએ મદદ કરી

સ્થાનિકોએ મદદ કરી

બસ ખીણમાં ખાબક્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘાયલોને બચાવવાના કામમાં લાગી ગયા. પોલીસને પણ સૂચના આપી દેવામાં આી. જો કે ગોઝારો અકસ્માત હોવાને પગલે 20 લોકો જીવ ગુમાવી બેસ્યા છે. કયા કારણોસર અકસ્માત થયો તે અંગે હજુ જાણી શકાયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X