For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ હોસ્પિટલને કનિકા કપૂરના ભાગવાનો ડર, ઉઠાવ્યુ આ પગલુ

હોસ્પિટલને ડર છે કે ક્યાંક કનિકા ભાગી ના જાય. જેનાથી અન્ય લોકોમાં વાયરસ ફેલાવાનો ખતરો વધી જશે. એટલા માટે હવે તેમણે વધુ ગાર્ડ પણ તૈનાત કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડમાં 'બેબી ડૉલ' અને 'ચિટિયા કલાઈયાં' જેવા હિટ સોન્ગથી ફેમસ કનિકા કપૂરનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આ વાત સામે આવ્યા બાદથી જ લોકો તેને ઘણુ ખરુખોટુ સંભળાવી રહ્યા છે. અત્યારે તે હોસ્પિટલમાં ભરતી છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. કનિકાનો ઈલાજ લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સમાં થઈ રહ્યો છે.

હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે બધી સુવિધાઓ

હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે બધી સુવિધાઓ

હોસ્પિટલના ડાયરેક્ટરનુ કહેવુ છે કે કનિકાને બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ તેમછતાં કે નખરા કરી રહી છે. ડાયરેક્ટરનુ એ પણ કહેવુ છે કે કનિકાને સારામાં સારો રૂમ આપવા છતાં તે ખુશ નથી. એવામાં હોસ્પિટલને ડર છે કે ક્યાંક તે ભાગી ના જાય. જેનાથી અન્ય લોકોમાં વાયરસ ફેલાવાનો ખતરો વધી જશે. એટલા માટે હવે તેમણે વધુ ગાર્ડ પણ તૈનાત કરી દીધા છે.

કનિકા સહયોગ નથી કરી રહી

કનિકા સહયોગ નથી કરી રહી

આ દરમિયાન કનિકાને હોસ્પિટલના કિચનથી ગ્લુટેન ફ્રી ડાયેટ પણ આપવામાં આવી રહ્યુ છે પરંતુ તેમછતાં તે સહયોગ નથી કરી રહી. હોસ્પિટલનુ કહેવુ છે કે કનિકા ત્યારે ઠીક થશે જ્યારે તે એમને સહયોગ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર કનિકા કપૂરને જે સુવિધાઓ આપવામાં આવી છે તેમાં આઈસોલેટેડ રૂમ,જેમાં એક ટૉયલેટ છે, દર્દીનો બેડ છે અને એક ટેલીવિઝન છે. રૂમમાં એસીની હવા છે. આ પહેલા શુક્રવારે કનિકાએ કહ્યુ હતુ કે તેને તાવ છે અને તે હોસ્પિટલમાં એકલી છે.

કનિકાએ શું કહ્યુ?

કનિકાએ શું કહ્યુ?

તેણે કહ્યુ, અહીં ખાવાપીવા માટે કશુ નથી, પાણી નથી. હું પરેશાન છુ. મને ખબર નથી મારી કેવી તપાસ થશે. આ સાથે જ તેણે એ પણ કહ્યુ કે તેને ધમકાવવામાં આવી રહી છે અને એ કહેવામાં આવી રહ્યુ છે કે તે બહુ મોટી ભૂલ કરી છે, તુ તપા કરાવ્યા વગર જ ભાગી છે.

9 માર્ચે લંડનથી પાછી આવી હતી

9 માર્ચે લંડનથી પાછી આવી હતી

કનિકા કપૂર 9 માર્ચે જ લંડનથી પાછી આવી હતી. પરંતુ નવાઈની વાત એ રહી કે આ દરમિયાન તેણે કોઈ પરેજી પાળી નહિ અને ત્રણથી ચાર પાર્ટીઓ કરી. કનિકા કપૂર સાથે આ પાર્ટીઓમાં સંપર્કમાં આવેલા લોકો પર પણ કોરોનાનો ખતરો વધી ગયો છે.

લખનઉના ત્રણ શહેર બંધ

લખનઉના ત્રણ શહેર બંધ

ત્યારબાદથી લખનઉના ત્રણ શહેરને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કનિકાએ ખુદને કોરોના વાયરસ હોવાની વાત સોશિયલ મીડિયા પર કબૂલ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યુ, ‘છેલ્લા ચાર દિવસથી મને ફ્લુના લક્ષણ દેખાઈ રહ્યા હતા. મે મારી તપાસ કરાવી અને મે કોવિડ-19 પૉઝિટીવ છુ. હું અને મારો પરિવાર હવે સંપૂર્ણપણે અલગ છીએ.'

આ પણ વાંચોઃ કોરોના વાયરસથી મુંબઈમાં વધુ એક મોત, મહારાષ્ટ્રમાં 74 લોકો સંક્રમિતઆ પણ વાંચોઃ કોરોના વાયરસથી મુંબઈમાં વધુ એક મોત, મહારાષ્ટ્રમાં 74 લોકો સંક્રમિત

English summary
hospital in lucknow arranged extra guards for kanika kapoor amid her tantrums coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X