મંજૂરી વિના દર્દીને ICUમાં નહિ કરી શકો એડમિટ, આરોગ્ય વિભાગે જાહેર કરી નવી ગાઈડલાઈન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પહેલી વાર દર્દીઓને તેમની જરૂરિયાત મુજબ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ICUમાં પ્રવેશ અંગેની તેની તાજેતરની માર્ગદર્શિકામાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જો દર્દી અથવા તેમના સંબંધીઓ ઇનકાર કરે તો હૉસ્પિટલો ગંભીર રીતે બીમાર દર્દીઓને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરી શકશે નહીં .
ICUમાં પ્રવેશ માટે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા ક્રિટિકલ કેર મેડિસિનમાં નિષ્ણાત 24 ટોચના ડૉક્ટરોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પેનલે એવી તબીબી પરિસ્થિતિઓની સૂચિ બનાવી છે જેમાં દર્દીને ICUમાં રાખવાની જરૂર પડે છે.

આ દિશાનિર્દેશો જણાવે છે કે જો દર્દીનો રોગ અસાધ્ય હોય અથવા તેનો ઇલાજ ન થઈ શકે અથવા સારવાર ઉપલબ્ધ ન હોય અને વર્તમાન સારવારની કોઈ અસર થવાની શક્યતા ન હોય, ખાસ કરીને દર્દીના જીવિત રહેવાની દ્રષ્ટિએ, તો દર્દીને આઈસીયુમાં રાખવું નિરર્થક કાળજી લેવા જેવુ છે. આ ઉપરાંત, આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો દર્દી અથવા તેના પરિવારના સભ્યો દર્દીને ICUમાં શિફ્ટ કરવા માંગતા ન હોય, તો તે દર્દીને ICUમાં દાખલ ન કરવો.
જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, રોગચાળા અથવા આપત્તિની સ્થિતિમાં, જ્યારે સંસાધનો મર્યાદિત હોય, ત્યારે દર્દીને ICUમાં દાખલ કરતી વખતે નીચી પ્રાથમિકતાના માપદંડોને ધ્યાનમાં લેવા. વધુમાં, જે દર્દીઓની સ્થિતિ સર્જરી પછી બગડે છે અથવા જેમને મોટી સર્જરી પછી જટિલતાઓનું જોખમ હોઈ શકે છે તેમને ICUમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
દર્દીને ICUમાં દાખલ કરવું એ દર્દીના અંગની નિષ્ફળતા અને મદદની જરૂરિયાત અથવા સારવારમાં બગાડની સંભાવના પર આધારિત હોવું જોઈએ. આ માપદંડોમાં એવા દર્દીઓનો સમાવેશ થાય છે જેઓ કોઈપણ મોટી ઇન્ટ્રાઓપરેટિવ ગૂંચવણ અનુભવે છે, જેમ કે કાર્ડિયાક અથવા શ્વસન અસ્થિરતા અથવા જેમણે મોટી સર્જરી કરાવી હોય.
જાહેર કરાયેલી માર્ગદર્શિકા જણાવે છે કે ગંભીર રીતે બીમાર દર્દી પોતે અથવા તેના પરિવારના સભ્યો ICUમાં દાખલ થવાનો ઇનકાર કરવા, કોઈ બિમારી જેના ઈલાજની સીમા છે, આઈસીયુ દેખરેખ સામે કોઈ વ્યક્તિ તરફથી પહેલા અપાયેલ લેખિત દસ્તાવેજ(વસીયત) કે ઉપરોક્ત નિર્દેશ અને મહામારી કે કટોકટીની સ્થિતિમાં જ્યારે સંશાધનો(પથારી, ઉપકરણો, કર્મચારી વગેરે)ની કમી હોય ત્યારે નિર્થકતા અને ઓછી પ્રાથમિકતા માનદંડો હેઠળ આવતા આસધ્ય રોગીને આઈસીયુમાં રાખવા જોઈએ.
આ દિશાનિર્દેશો બનાવનાર 24 ટોચના ડૉકટરોની પેનલમાં સામેલ એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે, "ICU એ મર્યાદિત સંસાધન છે, તેમાં દરેકને પ્રવેશ આપવાથી, અત્યંત જરૂરી કેસમાં દર્દીઓને જરૂર પડ્યે પથારી મળી શકતી નથી, તેથી આ માર્ગદર્શિકા જરૂરી છે. આનાથી દર્દીના પરિવાર અને હૉસ્પિટલ પ્રશાસન વચ્ચે પારદર્શિતા પણ વધશે."
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
