Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન

સુપ્રીમ કોર્ટે આરકૉમના ચેરમેન અનિલ અંબાણીને અવગણનાના દોષી ગણીને ટેલીકૉમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સનને 4 સપ્તાહમાં 453 કરોડની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકૉમ) ના ચેરમેન અનિલ અંબાણીને અવગણનાના દોષી ગણીને ટેલીકૉમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સનને 4 સપ્તાહમાં 453 કરોડની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે આ રકમ ના ચૂકવવાની હાલમાં અનિલ અંબાણીને ત્રણ મહિલાની જેલ થશે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ હવે અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી છે. અનિલ અંબાણી હવે એરિક્સનનો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સીમાની અંદર 453 કરોડ ચૂકવવા માટે ફંડ એકઠુ કરવામાં લાગી ગયા છે પરંતુ આમ કરવુ સરળ નથી.

પૈસા ન ચૂકવ્યા તો થશે ત્રણ મહિનાની જેલ

પૈસા ન ચૂકવ્યા તો થશે ત્રણ મહિનાની જેલ

સૂત્રો મુજબ અનિલ અંબાણી પોતાના ભાઈની કંપની પાસેથી ચૂકવણી અને રિયલ એસ્ટેટ એસેટ્સના વેચાણ દ્વારા એરિક્સનું દેવુ ચૂકવવાની કોશિશમાં લાગેલા છે. આરકૉમે 550 કરોડ રૂપિયા 15 ડિસેમ્બર સુધીમાં ચૂકવવાના હતા પરંતુ આરકૉમ આ ચૂકવણી કંપની કરી શકી નહી ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો હતો.

‘118 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ જમા કરાવી ચૂક્યા છે'

‘118 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ જમા કરાવી ચૂક્યા છે'

આ મામલે આરકૉમ તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 118 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ જમા કરાવી ચૂક્યા છે. આરકૉમે ઈનકમ ટેક્સ રિફંડ રૂપે પોતાના બેંક અકાઉન્ટમાં આવેલા 260 કરોડ રૂપિયા સીધા એરિક્સનને ટ્રાન્સફર કરવાની તરત સ્વીકૃતિ માંગી છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ કે તેમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા સમયની અંદર જ એરિક્સનને પૂરી રકમ ચૂકવી દેવામાં આવશે.

મોટા ભાઈ મુકે પર ટકી છે અનિલ અંબાણીની નજર

મોટા ભાઈ મુકે પર ટકી છે અનિલ અંબાણીની નજર

સૂત્રોના હવાલાથી એ પણ જણાવવામાં આવ્યુ છે કે કંપની ચેન્નઈ અને કોલકત્તાના રિયલ એસ્ટેટ એસ્ટેટ વેચીને બાકીની રકમ ભેગી કરવાની કોશિશમાં છે. સૂત્રોના હવાલાથી એ પણ સમાચાર આવ્યા છે કે અનિલના મોટા ભાઈ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નિયંત્રણવાળી રિલાયન્સ જિયોને આગ્રહ કરવામાં આવી શકે છે કે તે ફાઈબર એસેટ્સ ડીલમાં બાકી રકમની ચૂકવણી જલ્દી કરે. આરકૉમે ઓગસ્ટમાં કહ્યુ હતુ કે તેણે જિયો સાથે ઑપ્ટિકલ ફાઈબર અને ટેલિકૉમ એસેટ્સનો 5000 કરોડ રૂપિયામાં સોદો કર્યો છે.

4 સપ્તાહની અંદર 453 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે - SC

4 સપ્તાહની અંદર 453 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે - SC

તમને જણાવી દઈએ કે લગભગ 550 કરોડની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેવા પર આરકૉમ સામે અવગણનાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યુ હતુ કે અનિલ અંબાણી અને 2 નિર્દેશકોને 4 સપ્તાહની અંદર એરિક્સન ઈન્ડિયાને 453 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે અને જો તે રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહે તો તેમને ત્રણ મહિનાની જેલ થશે. સુપ્રીમ કોર્ટે બધા પર 1-1 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો. કોર્ટે કહ્યુ કે જો એક મહિનાની અંદર આ રકમ જમા કરાવવામાં ન આવી તો આના માટે એક મહિનાની જેલની સજા થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X