મહારાષ્ટ્રમાં કઈ રીતે ભાજપા શિવસેનાની Big Boss બની

મહારાષ્ટ્રના રાજકારણને સમજનારા લોકો જાણે છે કે પાંચ વર્ષ પહેલા કોઈ એવું કહે કે રાજ્યમાં એક દિવસ બીજેપી શિવસેનાની સીટો નક્કી કરશે તો તેના પર કોઈને ભરોસો ન થાત.

મહારાષ્ટ્રના રાજકારણને સમજનારા લોકો જાણે છે કે પાંચ વર્ષ પહેલા કોઈ એવું કહે કે રાજ્યમાં એક દિવસ બીજેપી શિવસેનાની સીટો નક્કી કરશે તો તેના પર કોઈને ભરોસો ન થાત. 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને દળોનું ગઠબંધન એટલે તુટ્યુ હતુ કારણ કે ઉદ્ધવ ઠાકરે બીજેપીને રાજ્યની અડધી એટલે કે 144 સીટો આપવા તૈયાર ન્હોતા. જો કે આજે મહારાષ્ટ્રના ભગવા રાજકારણમાં 360 ડિગ્રી જેટલો વળાંક આવી ચૂક્યો છે. 2019માં શિવસેના 124 સીટો પર ચૂંટણી લડી રહી છે અને બીજેપી 150 સીટો સાથે મેદાનમાં છે. એટલે કે બીજેપી અને પ્રદેશમાં તેમના નેતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાલ મોટાભાઈની ભૂમિકામાં છે અને ઉદ્ધવ ઠાકરેને તેમની વાત માનવી પડી રહી છે. શિવસેનાના નેતા બીજેપી સામે ઝુકવા મજબૂત થયા છે. પાંચ વર્ષ બાદ જ ખરી પણ શિવસેના બીજેપીના પ્રભુત્વને માનવા મજબૂર થઈ ચૂકી છે.

2014 પહેલા અને ત્યારબાદનું ભગવા રાજકારણ

2014 પહેલા અને ત્યારબાદનું ભગવા રાજકારણ

2014 પહેલા સુધી મહારાષ્ટ્રમાં ભગવા રાજકારણનો ઝંડો શીવસેનાના હાથમાં રહ્યો. લોકસભા ચૂંટણીમાં બીજેપી તેનાથી મોટી પાર્ટી બની અને તેની કમાન અટલ અને અડવાણી જેવા કદાવર નેતાઓએ સંભાળી. જો કે મહારાષ્ટ્રમાં શિવસેના જ બીજેપીની બિગ બ્રધર રહી. તેનું સૌથી મોટુ કારણ ખુદ શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરે હતા. પ્રેદશ રાજકારણમાં તેમનું કદ એટલું મોટુ હતુ કે બીજેપીને ક્યારેય તેમના મોટાભાઈ બનવાનું સપનું જોવું ઠીક ન લાગ્યુ. જ્યારે 2014 પહેલાની લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું પ્રદેશમાં સારુ પ્રદર્શન રહ્યુ. 1989માં પાર્ટી જનતા દળ સાથે ચૂંટણી લડી હતી અને તેને 10 સીટો મળી હતી. 1993ના મુંબઈ બ્લાસ્ટ બાદ 1995માં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સાથે મળી લડી જેમાં શિવસેનાને ઐતિહાસિક જીત મળી અને એક રીતે એનડીએ પોતાનું નેતૃત્વ શિવસેનાને આપી બેસી. 1996ની લોકસભા ચૂંટણીમાં બીજેપી 18 અને શિવસેના 15 સીટો જીતી. છતાં તે જુનિયર પાર્ટનર જ બની રહી. પણ 2014ની લોકસભા ચૂંટણી બાદથી જ રાજ્યના ભગવા રાજકારણમાં મહત્વના પરિવર્તન આવવાના શરૂ થઈ ગયા. અહીંથી મોદી અને ફડણવીસનો સમય શરૂ થઈ ચૂક્યો હતો. બીજેપીએ 23 અને શિવસેનાએ 18 સીટો પર વિજય મેળવ્યો હતો. ભાજપે શિવસેનાના ક્ષેત્રીય વર્ચસ્વને ચેલેન્જ આપવાનું શરૂ કરી દીધુ હતુ. શિવસેનાને દબાણ મંજૂર ન રહેતા બીજેપી ઓક્ટોબર 2014ની વિધાસભા ચૂંટણી પોતાના દમે લડી અને તેમાં શિવસેનાને પોતાનું સ્થાન ખબર પડી ગઈ. આજે બીજેપી શિવસેનાની બિગ બોસની ભૂમિકામાં દેખાઈ રહી છે. જેના મુખ્ય ચાર કારણો છે, જેના પર આપણે આગળ ચર્ચા કરીશું.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની છવી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની છવી

1972માં મહારાષ્ટ્રના તત્કાલીન સીએમ વસંતરાવ નાયક બાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી હતા. જે પોતાના કાર્યકાળના પાંચ વર્ષ પૂરાં કરવા જઈ રહ્યા છે. પોતાની વિકાસવાદી છવીને કારણે પ્રેદશમાં તેમનું કદ ઘણું ઉંચુ થઈ ગયુ છે. એટલું જ નહિં બાબા સાહેબ ઠાકરે અને શરદ પવાર સિવાય કોઈ અહીં ઉભુ રહી શક્યુ નથી. પણ પોતાના દમે તેમણે પાંચ વર્ષ પૂરાં કરી ખુદને સર્વસામાન્ય નેતા તરીકે સ્થાપિત કર્યા છે.

બીજેપીનો સતત વધતો જનાધાર

બીજેપીનો સતત વધતો જનાધાર

આજે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી, બાબા સાહેબની શિવસેનાની બિગબોસ દેખાઈ રહી છે. 2014માં 144 સીટો આપવા તૈયાર ન થયેલા ઉદ્ધવ ઠાકરે આ વખતે પાર્ટી કાર્યકર્તાના ભારે વિરોધ સામે પણ પોતાની પાર્ટી માટે માત્ર 124 સીટો પર ચૂંટણી લડવા કેવી રીતે તૈયાર થઈ ગયા? જ્યારે બીજેપી 150 સીટો સાથે મેદાનમાં છે. શિવસેનાને બીજેપીના વધતા જનાધારનો અંદાજો આવી ગયો છે. જેથી જ વર્તમાન પરિસ્થિતિને જોતા તેમણે પરિસ્થિતિને સ્વીકારી લેવામાં જ શાણપણ સમજ્યુ છે.

વિપક્ષી દળોનો આસ્તિત્વ માટે સંઘર્ષ

વિપક્ષી દળોનો આસ્તિત્વ માટે સંઘર્ષ

મહારાષ્ટ્રમાં બે પ્રમુખ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને એનસીપી રાજ્યમાં પોતાનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહી છે. રાજ્યમાં સતત 15 વર્ષથી સત્તામાં રહેનારી પાર્ટીઓએ આ વખતે મજબૂત ઉમેદવાર શોધવા સંઘર્ષ કરવો પડશે. શીવસેના અને બીજેપીના મોટા નેતાઓ વિરોધીઓને હરાવવા માટે લાગી ચૂક્યા છે.

રાજ્યના રાજકારણમાં આવેલ ફેરફાર

રાજ્યના રાજકારણમાં આવેલ ફેરફાર

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે નીતિથી ચાલી રહ્યા છે તે જ નીતિ અપનાવી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં ચાલી રહ્યા છે. વર્તમાનમાં જાતીવાદી રાજકારણ ખતમ થતુ જઈ રહ્યુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓએ અહીંના રાજકારણને નવી દિશા આપી છે. વ્યકિતવાદ અને કુટુંબવાદ ખતમ થઈ રહ્યુ છે. જેનો સીધો લાભ બીજેપી અને દેવેન્દ્ર ફડણવીસને મળી રહ્યો છે. હિંદુત્વના જે રાજકારણ સાથે શિવસેના ચાલી રહી હતી તેના પર ભાજપાએ રાષ્ટ્રવાદનો એવો રંગ ચઢાવ્યો કે શિવસેના ભગવા ઝંડા પર બીજેપી ભગવા ધ્વજની વધુ અસર દેખાઈ રહી છે. જો કે શિવસેનાએ આદિત્ય ઠાકરેને ઉતારી એક નવો પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. 21 ઓક્ટોબરે વોટિંગ બાદ 24 ઓક્ટોબરે એ ઈન્તેજારી રહેશે કે ઉદ્ધવ બિગ બોસની પોતાની છવી પાછી મેળવી શકે છે કે નહિં?

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણી માટે શિવસેનાએ ભાજપથી અલગ ઘોષણાપત્ર જાહેર કર્યું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X