વધુ એક નવા અવતારમાં કોરોના વાયરસ, જાણો નવુ વેરિયન્ટ BF.7 અને XBB કેટલુ ખતરનાક?
કોરોના વાયરસ આસાનીથી માણસજાતનો પીછો છોડે એવુ લાગતુ નથી. હવે કોરોનાએ વધુ એક નવા અવતારમાં દસ્તક દીધી છે. ભારત સહિતના મોટા ભાગના દેશોએ કોરોનાથી રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં હવે ફરી મુશ્કેલી વધારતા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી : કોરોના વાયરસ આસાનીથી માણસજાતનો પીછો છોડે એવુ લાગતુ નથી. હવે કોરોનાએ વધુ એક નવા અવતારમાં દસ્તક દીધી છે. ભારત સહિતના મોટા ભાગના દેશોએ કોરોનાથી રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં હવે ફરી મુશ્કેલી વધારતા સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર, કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7 અને XBB સામે આવ્યા છે. આ બંને પ્રકારો ખૂબ જ ઝડપથી ફેલાય છે.

ભારતમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં BF.7 સબ-વેરિઅન્ટનો કેસ સામે આવ્યો છે, જેને ત્યાંના રિસર્ચ સેન્ટરે શોધી કાઢ્યો છે. કોરોનાના ઓમિક્રોનના આ તમામ પ્રકારો ચિંતાનો વિષય છે, કારણ કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ભારતમાં ત્રીજી તરંગ માટે જવાબદાર છે. જો કે, તેનો ચેપ ડેલ્ટા અથવા અન્ય પ્રકારો જેટલો ગંભીર ન હતો. પરંતુ હજુ પણ આ ચેપ ઝડપથી ફેલાઈ શકે છે.
નિષ્ણાતોના મતે, હવે જ્યારે ભારતમાં તહેવારોનો સમય છે ત્યારે આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે, જો કે તેનાથી વધુ નુકસાન નહીં થાય પરંતુ તે લોકોને ઝડપથી સંક્રમિત કરી શકે છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેટલાક કેસ પણ વધ્યા છે, તેથી તેને અટકાવવો જરૂરી છે.












Click it and Unblock the Notifications
