Karnataka Election : CM બસવરાજ મોમ્મઈથી કર્ણાટકના લોકો કેટલા ખુશ? જાણો શું કહે છે ABP C-voter સર્વે?
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. તમામ પાર્ટીઓ પુરી તાકાત સાથે ચૂંટણી લડવા માટે મેદાને પડી છે. હાલ બીજેપી અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે હવે એબીપી સીવોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે.
ચૂંટણીને માત્ર 10 દિવસ બાકી છે ત્યારે હવે એબીપી-સી વોટરનો આ સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં લોકોને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાજકાજને લઈને લોકોને સવાલ કરાયા હતા. સર્વેમાં લોકોને પુછાયુ હતું કે તે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કામકાજથી કેટલા ખુશ છે?

આ સવાલના જવાબમાં 25 ટકા લોકોએ સીએમ બોમ્મઈના કામને સારું ગણાવ્યું છે તો 24 ટકા લોકો સરેરાશ કહ્યું. બીજી તરફ 51 ટકા લોકો બોમ્મઈના કામથી બિલકુલ સંતુષ્ટ નથી. તેઓએ બોમ્મઈના કામકાજને ખરાબ ગણાવ્યું.
બીજી તરફ પીએમ મોદીને લઈને પણ લોકોમાં કોઈ ખાસ સંતોષ નથી. 49 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદીનું કામ સારું છે, જ્યારે 18 ટકા લોકોએ કહ્યું કે પીએમ મોદીનું કામ સરેરાશ છે અને 33 ટકા લોકો પીએમ મોદીના કામથી સંતુષ્ટ નથી, તેઓએ કહ્યું કે પીએમનું કામ ખરાબ છે.
સી-વોટર ઓપિનિયન પોલમાં એજન્સીએ 55 સીટવાળા ઓલ્ડ મૈસૂર પ્રદેશમાં ભાજપ માટે 20% અને કોંગ્રેસ માટે 36% વોટ શેરનો અંદાજ મૂક્યો છે. મૈસૂર ક્ષેત્રમાં જેડીએસને 26-27 બેઠકો અને કોંગ્રેસને 24-28 બેઠકો મળવાની ધારણા છે. તેના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસ સૌથી વધુ સીટો જીતવા જઈ રહી છે. જેડીએસ બીજા નંબર પર રહી શકે છે.












Click it and Unblock the Notifications
