• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડોટ અને મિશા નામના શ્વાન અને 200 હિરોએ મળી બચાવી હનુમાનથપ્પાની જિંદગી

|

મંગળવારે જ્યારે સિયાચિનમાંથી લાન્સ નાયક હનુમનથપ્પાને જીવતા બહાર નીકળવામાં આવ્યા ત્યારે તેમના શ્વાસ ચાલુ હતા. તેમની હાથની નડીમાં હજી પણ ધબકારા સંભળાતા હતા. 6 દિવસ બાદ કોઇ સૌનિકનું આવી રીતે જીવતું બહાર નીકળવું કોઇ ચમત્કારની ઓછું નથી. પણ શું તમને ખબર છે આ ઓપરેશનની શરૂઆત થઇ ત્યારે જ્યારે ડોગ સ્કોવર્ડના બે કૂતરા ડોટ અને મિશાને આદેશ આપવામાં આવ્યો કે કોઇ જીવત વ્યક્તિ છે કે કેમ તે શોધી લાવો ત્યારે આ શ્વાનો તે જગ્યા આવીને બેસી ગયા જ્યાં હનુમાનથપ્પા ડટાયા હતા. આ સમગ્ર રેસ્કૂ ઓપરેશન અનેક રીતે ચમત્કારી, અદ્ધભૂત અને ખાસ હતું.

જ્યારે સિયાચીનમાં એક ટુકડી હિમ સ્ખલન બાદ ડટાઇ ગઇ છે તે સમાચાર લશ્કરના વડાને મળ્યા ત્યારેથી ફસાયેલા જવાનોને નીકળવા સેનાએ રેક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું. નોંધનીય છે કે સિયાચીન ભારતનો સૌથી વધુ ઊંચાઇએ આવેલો અને અતિશય ઠંડા પ્રદેશ છે. આવી કપરી જગ્યાએ પોતાના સાથીઓને બચાવવા 200 સૈનિકોની ટુકડી, અત્યાધુનિક યંત્ર અને ઉપકરણો તથા ડોગ સ્કોવર્ડ સાથે પહોંચી ગઇ. આ 200 સૈનિકોએ ના દિવસ જોયા ના રાત, ના તેમને ત્યાંનું -50 તાપમાન રોકી શક્યું ના જ બરફનું તોફાન. ભારતીય સેનાની વધુ એક અદમ્ય સહાસ અને વીરતાના આ નવા અધ્યાય તેવા આ રેક્યૂ મિશનની વધુ રોચક વાતો જાણો અહીં....

સરળ નહતું આ રેસ્ક્યૂ મિશન

સરળ નહતું આ રેસ્ક્યૂ મિશન

લાન્સ હનુમાનથપ્પાને બચાવવા શરૂ કરેલું રેસક્યૂ મિશન સરળ નહતું. જો કે આર્મી જોડે અત્યાધુનિક ઉપકરણો હતો જે 20 ફૂટ સુધી થર્મીલ હીટ અને મેટલને ડિટેક્ટક્ટ કરી શકતા હતા. વધુમાં તેમની પાસે બરફ કાપવા માટે ખાસ અત્યારધુનિક સાધનો હતા. પાછલા કેટલાય દિવસોથી ચાલી રહેલા આ મિશનમાં બે ટીમોમાં દિવસ રાત ખોદકામનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. અને મૃતદેહોને પણ નીકળવામાં આવી રહ્યા છે. જો કે આ તમામ વસ્તુઓ -55 જેટલા વિષમ ઠંડા તાપમાનમાં પાર પાડવામાં આવી રહી છે જે ગમે તેટલા સ્વસ્થ લોકો માટે અશક્ય છે પણ જ્યારે વાત ભારતીય સેના તો પછી પૂછવું જ કારણ કે તેણે તો અનેક વાર અશક્યને શક્ય કરી બતાવ્યું છે.

ડોટ અને મિશા નામના શ્વાન છે આ રેસ્કૂ મિશનના હિરો

ડોટ અને મિશા નામના શ્વાન છે આ રેસ્કૂ મિશનના હિરો

6 દિવસ બાદ હનુમાનથપ્પાને જીવતો નીકળવો શક્ય ના બન્યુ હોત જો મશીનની શરૂઆતમાં જ આ શ્વાનો તે જગ્યા આવીને ના બેઠા હોત જ્યાં હનુમાનથપ્પા ડટાયા હતા. આ શ્વાનોને જીવતા વ્યક્તિ શોધી લાવવાનું કહ્યું ત્યારે તે વારંવાર તે જગ્યાએ આવી બેઠા જ્યાં હનુમાનથપ્પા ડટાયા હતા. આર્મી પણ તેમના આ શ્વાન ડોટ અને મિશાના વખાણ કરતી નથી થાકતી.

1-1 ઇંચ બરફ કાપી બહાર કાઢ્યા

1-1 ઇંચ બરફ કાપી બહાર કાઢ્યા

જ્યારે શ્વાન અને આધુનિક ઉપકરણોની મદદથી નીચે કોઇ વ્યક્તિ જીવત છે તે વાત ખબર પડી ત્યારે પણ તેને નીચેથી જીવત બહાર નીકળવો સરળ નહતો. કારણ કે જલ્દી કરવા જતા નીચે ડટાયેલી વ્યક્તિ બરફના વજનથી મરી જવા કે પછી ગુંગામણથી મરી જવાની શક્યતા વધુ હતું. માટે જ સેનાએ ખૂબ જ સાવચેતીથી 1-1 ઇંચ ટુકડા કાપવાનું શરૂ કર્યું. વળી સિયાચીનનું ખરાબ વાતાવરણ પણ તેમની મુશ્કેલીઓ વધારી રહ્યું હતું કારણ કે ત્યાં તો સતત બરફવર્ષો ચાલુ જ હતી.

55 ડિગ્રી પણ ઇચ્છાશક્તિ દ્રઢ

55 ડિગ્રી પણ ઇચ્છાશક્તિ દ્રઢ

ખરબ છે કે નીચેથી મૃતદેહ જ નીકળશે આવી સ્થિતિમાં અનેક સૈન્ય ટુકડી બચાવનો કાર્યક્રમ પડતો મૂકી દે છે પણ ભારતીય લશ્કર નહીં. તેમણે છેલ્લે સુધી જીવવાની આશાના છોડી અને -55થી -30 ડિગ્રીના ખરાબ વાતાવરણમાં પણ સતત કામ કરતા રહ્યા. અને આ જ કારણ છે કે 6 દિવસ બાદ પણ તે હનુમાનથપ્પાને જીવતા બચાવી શક્યા.

હનુમાનથપ્પાને તમારી પ્રાર્થનાની જરૂર છે

હનુમાનથપ્પાને તમારી પ્રાર્થનાની જરૂર છે

6 દિવસ બાદ જીવતા નીકળેલા હનુમાનથપ્પા હાલ આઇસીયુના કોમો વાર્ડમાં છે. તે કોમામાં સરી પડ્યા છે. આધાત કારણે તે કોમામાં ગયા છે. આવનારા સમયમાં તેમના જીવવાની શક્યતાઓ વિકટ છે. પણ જો તમને ચેન્નઇ પૂર વખતે કે પછી કોઇ કુદરતી આપદા વખતે કદી કોઇ સૈનિકે મદદ કરી હોય તો પ્લીઝ આજે હનુમાનથપ્પાના જીવતદાનની પ્રાર્થના જરૂરથી કરજો. કારણ કે હવે તેને તમારી પ્રાર્થના જ બચાવી શકે છે.

કેમ છે હનુમાનથપ્પાનું જીવતું રહેવું એક ચમત્કાર

કેમ છે હનુમાનથપ્પાનું જીવતું રહેવું એક ચમત્કાર

જાણકારોનું માનીએ તો હનુમાનથપ્પાનું 6 દિવસ બાદ જીવતા રહેવું એક ચમત્કાર જ છે. કારણ કે આ પ્રકારના હિમસ્ખલનમાં 15 મિનિટમાં મોટાભાગના લોકો મરી જતા હોય છે. અને વધુમાં વધુ 35 મિનિટ બાદ તો જીવવાનું શક્ય જ નથી કારણ કે ઠંડી અને હવાના ઓછા દબાવના કારણે શરૂઆતની 10 મિનિટમાં જ બ્રેઇન ડેડ થવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે.

તો કેવી રીતે થયો હનુમાનથપ્પાનો આબાદ બચાવ

તો કેવી રીતે થયો હનુમાનથપ્પાનો આબાદ બચાવ

જાણકારોનું કહેવું છે કે હિમશિલા પડી તે વખતે જ હનુમાનથપ્પા પોતાની ચેતના ખોઇ બેઠા હતા. આવા સંજોગામાં હદય ખુબ જ ઓછી હવા અને શારીરિક જરૂરિયાતા સાથે કાર્યરત રહે છે. અને કદાચ આ જ કારણ છે કે તે 6 દિવસ બાદ પણ હનુમાનથપ્પા અચેત પણ જીવિત બહાર નીકાળી શકાયા.

English summary
200 heroes of the Indian Army in a mission that rescued Lance Naik Koppad at Siachen. Further the rescue mission comprised choppers, radars, saws and also rock drills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more