Delhi Assembly Election 2025 : દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટ? શું કહ્યું અખિલેશ યાદવે?
Delhi Assembly Election 2025 : દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
દિલ્હીમાં એક તરફ બીજેપી સત્તામાં આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી આમ આદમી પાર્ટી તેની નીતિઓના જોરે સત્તા બચાવવા પુરી તાકાત લગાવી રહી છે.

મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આમ આદમી પાર્ટીના સમર્થનમાં પોતાની હાજરી નોંધાવી છે.
ગુરુવારે અખિલેશ યાદવે કિરારી વિધાનસભા ક્ષેત્રમાં AAP ઉમેદવાર અનિલ ઝા માટે રોડ શો કર્યો. આ દરમિયાન તેમની સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. અખિલેશ યાદવે આગાહી કરી કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી સીટો જીતશે અને ભાજપની સ્થિતિ શું છે?
જણાવી દઈએ કે, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલના રોડ શોમાં ભારે ભીડ જોવા મળી. અહીં બંનેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ઝાડુ બીજેપીની બેઈમાનીનો સફાયો કરવા જઈ રહી છે.
લોકોને અપીલ કરતા તેમણે કહ્યું કે, તમે બધાએ સાથે મળીને ભાજપને હરાવવાની છે અને આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. દિલ્હીમાં જે વિકાસ થયો છે તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બન્યો છે.
કોંગ્રેસનું નામ લીધા વિના અખિલેશ યાદવે સંકેત આપ્યો કે ભાજપને હરાવવા માટે મતોનું વિભાજન ન થવું જોઈએ. દરેક મત AAPને જવો જોઈએ. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણી જેવી સુવિધાઓમાં અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે. દુનિયા દિલ્હીનું મોડલ અપનાવવા માંગે છે.
પરિણામો પહેલા અખિલેશ યાદવે પરિણામોને લઈને દાવો કર્યો અને કહ્યું કે, આ વખતે દિલ્હી ચૂંટણી 2025માં AAP 70માંથી 70 સીટો જીતવા જઈ રહી છે. અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું કે શક્ય છે કે ભાજપ 70 સીટો પર હારી શકે.












Click it and Unblock the Notifications
