For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવાની પાર્ટીને કેટલુ નુકસાન? જાણો શું કહે છે ABP-C Voter સર્વે?

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ઘણા કોંગ્રેસી નેતાઓ પાર્ટી છોડી બીજેપીમાં આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ઘણા કોંગ્રેસી નેતાઓ પાર્ટી છોડી બીજેપીમાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે ત્યારે હવે સવાલ એ છે કે આ નેતાઓના જવાથી કોંગ્રસને કેટલુ નુકસાન થઈ શકે છે? આને લઈને એબીપી-સીવોટર સર્વેમાં ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.

congress

આંકડાઓ પર આવીએ એ પહેલા તમને એ પણ જણાવી દઈએ કે, હાલમાં જ કોંગ્રેસમાંથી હિમાંશુ વ્યાસ, ભગવાન બારડ અને મોહનસિંહ રાઠવા જેવા મોટા નેતાઓ પક્ષ છોડીને બીજેપીમાં જોડાયા છે.

અહીં સી-વોટરે મતદાતાઓને પુછ્યુ હતું કે, કોંગ્રેસમાંથી હિમાંશુ વ્યાસ, ભગવાન બારડ બ્રાર અને મોહનસિંહ રાઠવાના રાજીનામાથી પક્ષને ફાયદો થશે કે નુકસાન? આ સવાલના જવાબમાં 41 ટકા લોકોએ કહ્યું કે આનો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થશે. આ સિવાય 41 ટકા લોકો માને છે કે તેનાથી નુકસાન થશે. બીજી તરફ 18 ટકા લોકોએ કહ્યું કે ચૂંટણીમાં તેની કોઈ અસર નહીં થાય. આ સર્વેમાં ગુજરાતના 2666 લોકો સાથે વાત કરાઈ હતી.

તમને જણાવી દઈએ કે, હિમાંશુ વ્યાસ 5 નવેમ્બરે કોંગ્રેસના સેક્રેટરી પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં તેમની વાત સાંભળવામાં આવી રહી નથી. આ સિવાય તાલાલા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડ કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપે તરફથી તાલાલા બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. કોંગ્રેસને સૌથી મોટો આંચકો એ છે કે, છોટાઉદેપુરથી 11 વખતના ધારાસભ્ય મોહન રાઠવા પણ ભાજપમાં જોડાયા છે.

English summary
How much damage to the party of big leaders leaving the Congress?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X