Chandrayaan 2: જાણો ચંદ્રયાન 2 પર કેટલો ખર્ચ થયો, હૉલીવુડ ફિલ્મથી પણ અડધું બજેટ
Chandrayaan 2: જાણો ચંદ્રયાન 2 પર કેટલો ખર્ચ થયો, હૉલીવુડ ફિલ્મથી પણ અડધું બજેટ
નવી દિલ્હીઃ અંતરિક્ષની દુનિયામાં ભારત ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ચંદ્રયાન 2ના ચંદ્રમા પર લેન્ડિંગની સાથે જ ભારત પહેલો દેશ હશે, જે ચાંદના દક્ષિણ પોલ સુધી પહોંચશે. આ લેન્ડિંગની સાથે જ ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચશે. ઈસરોનું આ મિશન દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનેલ છે. દુનિયાભરની નજરો આજે ઈશરોના આ મિશન પર ટકેલ છે.

જણાવી દઈએ કે ઈસરોનું આ ચંદ્રયાન બહુ ઓછા બજેટમાં તૈયાર કરેલ સ્પેસ મિશન છે. એક અહેવાલમાં આ તથ્યને ઉલ્લેખનીય ગણાવવામાં આવ્યું છે કે ભારતના આ મિશન પર હૉલીવુડની ફિલ્મ એવેન્જર્સના બજેટના અડધા રૂપિયાથી પણ ઓછો ખર્ચો થયો છે.
સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ મુજબ આ મિશનમાં હૉલીવુડ પિલ્મ એવેન્જર્સ એન્ડગેમની સરખામણીએ 65.17 ટકા ઓછી રકમ લાગી છે. ચંદ્રયાન 2ની કુલ લાગત 850 કરોડ રૂપિયા છે. રોકેટ લૉન્ચિંગ પર 3.1 કરોડ ડોલર અને ઉપગ્રહની લાગત 9.3 કરોડ ડોલર રહી. હવે વાત કરીએ હૉલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમની તો આ ફિલ્મની કુલ લાગત 2440 કરોડ રૂપિયા હતી.












Click it and Unblock the Notifications
