
નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે સુષ્મા સ્વરાજ
'જનતાના મંત્રી' કહેવાતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. દિલ્લીની એમ્સમાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે મોડી રાતે અંતિમ શ્વાસ લીધા. તેમને હાર્ટ એટેક બાદ ગંભીર હાલતમાં એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. સુષ્મા સ્વરાજનું રાજકીય જીવન ઘણી રીતે ખાસ રહ્યુ. માત્ર 25 વર્ષની ઉંમરમાં કેબિનેટ મંત્રી બનનાર સુષ્મા સ્વરાજને દિલ્લી પહેલી મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ મળ્યુ હતુ. સંસદમાં આપેલા તેમના ભાષણોની શૈલી એવી હતી કે તેમના વિરોધી દળના લોકો પણ પૂરા સમ્માનથી તેમની પ્રશંસા કરતા હતા. આવો જાણીએ કે નિધન બાદ સુષ્મા સ્વરાજ પોતાના પરિવાર માટે કુલ કેટલી સંપત્તિ છોડી ગયા છે.

આટલી સંપત્તિ છોડી ગયા છે સુષ્મા સ્વરાજ
‘એડીઆર' પાસેથી મળેલી માહિતી મુજબ સુષ્મા સ્વરાજ કુલ 32 કરોડ, 20 લાખ, 25 હજાર રૂપિયા (32,20,25000 રૂપિયા) ની સંપત્તિની માલિક હતા. આમાંથી એક લાખ, 63 હજાર રૂપિયા કેશ તેમની પાસે અને 2 લાખ, 9 હજાર રૂપિયા કેશ તેમના પતિ પાસે હતા. સુષ્મા સ્વરાજ ઉપર કોઈ પ્રકારનું કોઈ દેવુ નહોતુ. સુષ્મા સ્વરાજ અને તેમના પતિ પાસે કુલ 19 કરોડ, 16 લાખ, 68 હજાર રૂપિયાની બેંક ડિપોઝીટ છે. તેમની પાસે પોતાની કોઈ કાર નહોતી. તેમના પતિ સ્વરાજ કૌશલ પાસે લગભગ 36 લાખ રૂપિયાની એક મર્સિડીઝ કાર છે. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ પાસે લગભગ 29લાખ રૂપિયાના ઘરેણા પણ હતા. સુષ્મા સ્વરાજના નામ પર દિલ્લીમાં લગભગ 2 કરોડ રૂપિયાની કિંમતનુ એક ઘર અને હરિયાણાના પલવલમાં 98 લાખ રૂપિયાની કૃષિ યોગ્ય જમીન પણ છે.

‘ભારતીય રાજકારણમાં પોતાની અમિટ છાપ છોડી'
સુષ્મા સ્વરાજના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ, ‘પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા તેમજ સંસદીય બોર્ડના સભ્ય શ્રીમતી સુષ્મા સ્વરાજજીના આકસ્મિક નિધનથી મન અત્યંત દુઃખી છે. તેમણે એક પ્રખર વક્તા, એક આદર્શ કાર્યકર્તા, લોકપ્રિય જનપ્રતિનિધિ તેમજ એક કર્મઠ મંત્રી જેવા વિવિધ રૂપોમાં ભારતીય રાજકારણમાં પોતાની અમિટ છાપ છોડી છે. સુષ્મા સ્વરાજજીનું નિધન ભાજપ અને ભારતીય રાજકારણમાટે એક અપૂરણીય ક્ષતિ છે. હું સમસ્ત ભાજપ કાર્યકર્તાઓ તરફથી તેમના પરિજનો, સમર્થકો તેમજ શુભચિંતકો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરુ છુ. ઈશ્વર દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે.'
આ પણ વાંચોઃ આ 7 બાબતોમાં સુષ્મા સ્વરાજ હંમેશા રહ્યા First, કોઈ નથી તોડી શક્યુ આ રેકોર્ડ

જ્યારે રિયાદમાં ફસાયેલ ભારતીયની મદદ કરી
તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ રાજકીય જીવનમાં સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય રહેતા હતા. ઘણી વાર એવા મોકા આવ્યા જ્યારે લોકોએ ટ્વિટર દ્વારા પોતાની સમસ્યાઓ બતાવી અને સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને પોતે ફસાયો હોવાના સમાચાર આપ્યા અને સુષ્માએ તરત જ રિપ્લાય કરીને તેને હિંમત આપી. વાસ્તવમાં મદદ ન મળવા પર તેણે સુસાઈડ કરવાની વાત કહી હતી. આના પર સુષ્માએ તતત જ પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યુ - આત્મહત્યા વિશે ન વિચારતા, અમે છીએ ને. અમારુ મંત્રાલય તમારી પૂરી મદદ કરશે. સુષ્મા સ્વરાજે આ ટ્વીટમાં રિયાદ સ્થિત ભારતીય મંત્રાલયને ટેગ કરીને સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો.

પીએમ મોદીએ કહ્યુ કે તેમણે ઉંચા માનદંડ સ્થાપિત કર્યા
આ માત્ર એક ઉદાહરણ છે, સુષ્મા સ્વરાજે ઘણા પ્રસંગે સોશિયલ મીડિયા પર લોકોની સમસ્યાઓ સાંભળી અને તેનુ સમાધાન કર્યુ. સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોની મદદ કરતા તેમના વ્યવહાર માટે તેમને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યુ, ‘તે એક શાનદાર પ્રશાસક રહ્યા, સુષ્માજીએ જે પણ મંત્રાલયનો પ્રભાર સંભાળ્યો ત્યાં તેમણે ઉંચા માનદંડ સ્થાપિત કર્યા. બીજા દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવામાં તેમણે મોટી ભૂમિકા નિભાવી. મંત્રી તરીકે અમે તેમની દયાભા''વના પણ જોઈ કે કઈ રીતે તેમણે બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને મદદ કરી.'

પીએમ મોદી બોલ્યા, ‘સુષ્માજીનું નિધન વ્યક્તિગત ક્ષતિ'
સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યુ, ‘ભારતીય રાજકારણમાં આજે એક મહાન અધ્યાય સમાપ્ત થઈ ગયો. ભારત પોતાના એ અસાધારણ નેતાના નિધન પર શોક વ્યક્ત કરે છે, જેમણે પોતાનુ જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવન સમર્પિત કર્યુ. સુષ્મા સ્વરાજજી કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા.' એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યુ, ‘સુષ્માજીનું નિધન વ્યક્તિગત ક્ષતિ છે. તેમણે દેશ માટે જે કર્યુ તેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.'