For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૂસ્ટર ડોઝ લેવો કેટલો સુરક્ષિત છે? રિસર્ચમાં કરાયા આ મોટા દાવા

આ અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ 3 ધોરણો નક્કી કર્યા છે. જેના આધારે બૂસ્ટર ડોઝ સલામત હોવાનું જાણવા મળ્યું હતું.

|
Google Oneindia Gujarati News

ભારત પર તોળાઇ રહેલા કોરોના સંક્રમણ વધવાના જોખમનું કારણ સબ વેરિએન્ટ BF.7 ને માનવામાં આવે છે. આ સાથે સરકાર દ્વારા પાત્ર લોકોને બૂસ્ટર અને બીજો બૂસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે બૂસ્ટર ડોઝને લઇને નવા સંશોધનમાં ઘણા તથ્યો સામે આવ્યા છે. આ સાથે આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે, બૂસ્ટર ડોઝની આપણા શરીર પર કેવી અસર થશે.

booster dose

ઉલ્લેખનીય છે કે, બૂસ્ટર ડોઝ પર આ અભ્યાસ તેલ અવીવ યુનિવર્સિટી દ્વારા ઈઝરાયલમાં લગભગ 5 હજાર લોકો પર કરવામાં આવ્યો છે. આ અભ્યાસ સાયન્સ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયો છે. અભ્યાસ દરમિયાન લોકોને સ્માર્ટ વોચ પહેરાવવામાં આવી અને પછી ડેટા એકત્ર કરવામાં આવ્યો. તેલ અવીવ યુનિવર્સિટીના એક અભ્યાસમાં બૂસ્ટર ડોઝને સલામત ગણાવવામાં આવ્યો છે.

સ્માર્ટવોચની મદદથી કરાયો અભ્યાસ

સ્માર્ટવોચની મદદથી કરાયો અભ્યાસ

ઉલ્લેખનીય છે કે, બૂસ્ટર ડોઝ પર સંશોધન માટે તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 5 હજાર લોકોને સ્માર્ટ વોચ પહેરાવી અને પછી લગભગ 2 વર્ષ સુધી તેમના શરીરમાં થઇ રહેલા ફેરફારો પર નજર રાખી હતી. તેમાંથી 2,038 લોકો એવા હતા, જેમને બૂસ્ટર ડોઝ મળ્યો હતો.

સંશોધકોએ બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ લોકોમાં થતા ફેરફારોની સરખામણી કરવામાં આવી હતી. આ સિવાય ઘણી મેડિકલ ફાઈલ્સનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેના પરથી ખબર પડી હતી કે, બૂસ્ટર ડોઝ સુરક્ષિત છે.

શું બૂસ્ટર ડોઝ લેવો સલામત છે?

શું બૂસ્ટર ડોઝ લેવો સલામત છે?

આ અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ 3 ધોરણો નક્કી કર્યા છે. જેના આધારે બૂસ્ટર ડોઝ સલામત હોવાનું જાણવા મળ્યું હતું.

  • પહેલી વાત નોંધવામાં આવી કે, લોકોએ શું જાણ કરી?
  • બીજું સ્માર્ટવોચ શું શોધ્યું?
  • ત્રીજું ડૉક્ટરને પરીક્ષામાં શું મળ્યું?

તેલ અવીવ યુનિવર્સિટીના પ્રોફેસર યામીનના જણાવ્યા અનુસાર, સ્માર્ટવોચનો ઉપયોગ લોકોના હૃદયના ધબકારા, હૃદયના ધબકારા વધઘટ, ઊંઘની ગુણવત્તા અને રોજિંદા સ્ટેપ્સ વગેરેને શોધવા માટે કરવામાં આવ્યો હતો.

હ્રદય પર Booster dose ની અસર શું છે?

હ્રદય પર Booster dose ની અસર શું છે?

યામીનના જણાવ્યા અનુસાર, બૂસ્ટર ડોઝ પહેલાં અને પછી હૃદયના ધબકારા સાથે સરખામણી કરવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, રસીના બે ડોઝ લીધા બાદ હૃદયના ધબકારા વધી ગયા હતા, પરંતુ બૂસ્ટર ડોઝ લીધા બાદ, હૃદયના ધબકારા ફરીથી રસીકરણ પહેલાના દરે પાછા આવ્યા હતા. આ સૂચવે છે કે, બૂસ્ટર ડોઝ સલામત છે.

યામીને જણાવ્યું છે કે, કેટલાક એવા લોકો હતા જેમને રસી લીધા બાદ કોઈ આડઅસર થઈ નથી, સ્માર્ટવોચના ડેટા દર્શાવે છે. જોકે, તેના શરીરમાં ફેરફારો ચોક્કસપણે જાણાયા હતા.

English summary
How safe is it to take a booster dose? These big claimed in research
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X