For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલગાવવાદીઓ પાછળ 560 કરોડ વાપર્યા, તોય કહે છે "ભારત મુર્દાબાદ"

|
Google Oneindia Gujarati News

દેશ વિરોધી નારા લગાવી, કાશ્મીરી યુવાનોને દેશ વિરુદ્ધ ભડકાવી અને પાકિસ્તાનથી કરોડો રૂપિયા મેળવી અને ભારતથી પણ પોતાનું ખીસ્સું ભરેલું રાખનાર અલગાવવાદી નેતાઓ જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડી રહ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે પણ કાશ્મીરના અલગાવવાદી નેતાઓના કારણે કાશ્મીરની રાજ્ય સરકારના ખજાના પર પાછલા પાંચ વર્ષોમાં 500 કરોડથી પણ વધુ ખર્ચો ઉઠાવ્યો છે.

સુરક્ષા ખર્ચે
અલગાવવાદી નેતાઓની સુરક્ષા પર સૌથી વધુ ખર્ચ થાય છે. રાજ્ય સરકારના 950 પોલિસકર્મીઓ તેમની દિવસ રાત સુરક્ષા કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સરકારની તરફથી આપવામાં આવેલ આંકડા મુજબ ગત પાંચ વર્ષોમાં 309 કરોડ રૂપિયા તેની સુરક્ષાકર્મીઓને આપવામાં આવ્યા છે.

jammu and kashmir

27 કરોડ પેટ્રોલ
તો ગત પાંચ વર્ષમાં 26.43 કરોડ રૂપિયા ખાલી તેના પેટ્રોલ ડિઝલ પાછળ ખર્ચાયા છે. વળી 21 કરોડ રૂપિયા આવા અલગાવવાદી નેતાઓના હોટલ ખર્ચ માટે નીકાળવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના બીજેપી વિધાયક અજાત શત્રુએ જાણકારી આપી કે પાછલા પાંચ વર્ષોમાં લગભગ 560 કરોડ રૂપિયા અલગાવવાદી નેતાઓ પાછળ ઉડાવવામાં આવ્યા છે.

પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાયા
પણ હવે આ તમામ અલગાવવાદીઓ પોતાના જ બનાવેલા ચક્રવ્યૂહમાં ફસાઇ શકે છે. કારણ કે જમ્મુ કાશ્મીર ગયેલા સર્વદલીય પ્રતિનિધિમંડળથી અલગાવવાદી નેતાઓએ મળવાની ના પાડી દીધી છે. જે વાત કેન્દ્ર સખ્ત શબ્દોમાં લીધી છે. નોંધનીય છે કે સામાજીક સંગઠનો અને નેતાઓ જ્યાં આ બેઠક માટે રાજી થયા છે ત્યાં જ અલગાવવાદીઓએ ના પાડતા કેન્દ્ર અને રાજ્ય સરકાર આ અલગાવવાદી નેતાઓને મળી રહેલી સુવિધાઓ બંધ કરવાનું વિચારી રહી છે.

English summary
The security of the separatists has burdened the government's exchequer the most, which costs 500 crore rupees to Indian government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X