Shraddha Murder Case: કેવી રીતે પોલીસના હાથમાં આવ્યો શ્રદ્ધાનો હત્યારો આફતાબ?
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવનાર અને તેના શરીરના ટુકડા કરનાર આફતાબ અમીન પૂનાવાલાની પોતાની બનાવટી વાર્તામાં ફસાઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી છે. આફતાબે પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેના ફોન સાથે ઘ
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવનાર અને તેના શરીરના ટુકડા કરનાર આફતાબ અમીન પૂનાવાલાની પોતાની બનાવટી વાર્તામાં ફસાઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી છે. આફતાબે પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેના ફોન સાથે ઘરેથી એકલા જ નીકળી ગઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ચેટથી સત્ય બહાર આવ્યું હતુ.

આફતાબે સૌથી પહેલા બોલ્યુ આ જુઠ
શ્રદ્ધા વોકરના પિતાએ તેમની પુત્રી વિશે ગુમ થવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી આફતાબને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતુ કે શ્રદ્ધા 22 મેના રોજ ઝઘડો કરીને ઘરેથી નીકળી ગઈ હતી.

બેંક ટ્રાંઝેક્શનથી ખુલી પોલ
આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધા કપડાં અને અન્ય સામાન મૂકીને મોબાઈલ લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. પોલીસે શ્રદ્ધાના મોબાઈલ ફોનની એક્ટિવિટી અને તેની કોલ ડિટેઈલને ટ્રેક કરી તો જાણવા મળ્યું કે 26મી મેના રોજ શ્રદ્ધા વોકરના ખાતામાંથી તેના ફોન પરની બેંકિંગ એપનો ઉપયોગ કરીને આફતાબ પૂનાવાલાના ખાતામાં રૂ. 54,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

મોબાઇલની લોકેશન પણ છતરપુરમાં મળ્યુ
શ્રદ્ધાના ફોનનું લોકેશન મેહરૌલીના છતરપુર હતું, જ્યાં તેઓ ભાડાના એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. આથી પોલીસ અધિકારીઓને આફતાબ પર શંકા ગઈ. કારણ કે આફતાબે પોલીસને કહ્યું હતું કે 22 મેના રોજ શ્રદ્ધાના ગયા પછી તે તેના સંપર્કમાં નહોતો. આ સિવાય આફતાબે 31 મેના રોજ શ્રદ્ધાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ એક્સેસ કર્યું હતું. તેણે તેના એક મિત્ર સાથે વાત પણ કરી જેથી લોકોને વિશ્વાસ થાય કે તે જીવિત છે. જ્યારે પોલીસે શ્રદ્ધાના સેલફોનનું લોકેશન ટ્રેસ કર્યું ત્યારે તે મહેરૌલી પોલીસ સ્ટેશનની હદ પાસે મળી આવ્યું હતું.

પોલીસ સામે જણાવી સચ્ચાઇ
પોલીસે આફતાબને કસ્ટડીમાં લીધો હતો અને ખુલાસો કરતા પ્રશ્નો પૂછ્યા હતા. કડક પૂછપરછમાં, આફતાબે બધી સત્યતા ઉજાગર કરી. આફતાબે પોલીસને જણાવ્યું કે 18 મેના રોજ ઝઘડા બાદ તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી તેના શરીરના 35 ટુકડા કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
