For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે આટલા વિનાશકારી વાવાઝોડાનું નામ 'તિતલી' કેમ પડ્યું?

આખરે આટલા વિનાશકારી વાવાઝોડાનું નામ 'તિતલી' કેમ પડ્યું?

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ ચક્રવાતી તોફાન તિતલીને કારણે ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના કેટલાય જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પ્રશાસને લોકોને સતર્ક રહેવાની ચેતાવણી આપી છે. 3 લાખ લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જિલ્લા અધિકારીઓને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ખાતરી કરવા કહ્યું છે અને સ્કૂલ-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. એવામાં સવાલ ઉઠે છે કે આખરે આટલાં ભયંકર અને વિનાશકારક તોફાનનું નામ તિતલી કેમ? કારણ કે તિતલી તો હંમેશા ખુશી અને પ્રેમનો સંદેશો આપે છે, એવામાં વિનાશકારી તોફાનનું નામ તિતલી કેમ પડ્યું એ કોઈની સમજમાં નથી આવી રહ્યું.

પાકિસ્તાને આપ્યું તિતલી નામ

પાકિસ્તાને આપ્યું તિતલી નામ

આ પાછળનું કારણ ખાસ એટલા માટે પણ છે કેમ કે તેનું નામ આપણા પોડીસ દેશ પાકિસ્તાને આપ્યું છે, ઉલ્લેખનીય છે કે દરેક ચક્રવાતનું નામ તે દેશનું હવામાન ખાતું નક્કી કરે છે. જો કોઈપણ વાવાઝોડું એટલાંટિક મહાસાગરના ક્ષેત્રમાં આવે છે તો તેને હરિકેન કહેવાય છે, જો કોઈ વાવાધોડું પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં આવે છે તો તેને ટાઈફૂન અને જો કોઈ ચક્રવાતી તોફાન હિંદ મહાસાગરના ક્ષેત્રમાં આવે છે તો તેને સાઈક્લોન કહેવાય છે.

ઈતિહાસ

ઈતિહાસ

જણાવી દઈએ કે 1945 પહેલા સુધી કોઈપણ ચક્રવાતને કોઈ નામ નહોતું આપવામાં આવતું, જો કે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોને ભારે મુશ્કેલી સર્જાય છે. જ્યારે તે પોતાના અધ્યયનમાં કોઈ ચક્રવાતની વિગતવાર ચર્ચા કરતા હતા, ત્યારે વર્ષ જરૂર લખવું જરૂરી હતું અને વર્ષમાં થોડી પણ ભૂલ થાય તો આખું ગણિત બદલી જતું હતું. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે 1945થી વિશ્વ હવામાન સંગઠને ચક્રવાતને નામ આપવાનો નિર્ણય લીધો અને હવે જેટલા પણ ચક્રવાત થાય તેને વિવિધ નામ આપવામાં આવે છે.

શું છે ફાયદો

શું છે ફાયદો

આની પાછળનો અન્ય ઉદ્દેશ્ય એ છે કે આનાથી લોકો લાંબા સમય સુધી ચક્રવાતને યાદ રાખે છે. ચક્રવાત પર રિપોર્ટ તૈયાર કરવામાં કોઈ સમસ્યા થતી નથી, લોકોને સજાગ કરવા પણ સહેલા રહે છે. આ એ નામ હોય છે, જે લોકોની વચ્ચે બહુ પ્રચલિત હોય, જેથી વધુ લોકો એ નામને યાદ રાખી શકે અને સહેલાયથી સમજી શકે.

કોણ નામ નક્કી કરે?

કોણ નામ નક્કી કરે?

વિવિધ દેશોના હવામાન વિભાગ દ્વારા પ્રસ્તાવિત ચક્રવાતોનું નામ નક્કી કરવા માટે દુનિયભરમાં વિવિધ સમિતિઓ છે- ઈસ્કેપ ટાઈફૂન કમિટી, ઈસ્કેપ પૈનલ ઑફ ટ્રૉપિકલ સાઈક્લોન, આરએ1 ટ્રૉપિકલ સાઈક્લોન કમિટી, આરએ 4 અને આરએ 5 ટ્રૉપિકલ સાઈક્લોન કમિટી. જણાવી દઈએ કે કમિટીઓ વશ્વભરના વિવિધ સ્થળોએ ચક્રવાતો પર નજર પણ રાખે છે. વર્ષ 2004માં હિંદ મહાસાગરના 8 દેશોએ ભારતની પહેલ પર ચક્રવાતી તુફાનોનું નામકરણ કરવાની વ્યવસ્થા શરૂ કરી, આ દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડ પણ સામેલ છે.

રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ ‘દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'રાફેલ પર રાહુલનો મોટો હુમલોઃ ‘દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે'

English summary
The Indian Meteorological Department (IMD) has issued a warning of severe cyclonic storm ‘Titli’ for north Andhra Pradesh and south Odisha districts. Here is interesting Connection between Cyclone Titli and Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X