For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે બેઠા ચેક કરો, વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહિ?

કાલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થશે. પોતાના મનગમતા ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે જનતા ચૂંટણીમાં મતદાન કરશે.

|
Google Oneindia Gujarati News

કાલે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થશે. પોતાના મનગમતા ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે જનતા ચૂંટણીમાં મતદાન કરશે. વોટ આપવો આપણી નૈતિક જવાબદારી અને કાનૂની અધિકાર પણ છે. વોટ આપવા માટે સૌથી અગત્યનું તમારું વોટિંગ કાર્ડ છે.

lok sabha elections 2019

જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ અથવા વોટર પર્ચી ના હોય તો તમે કેવી રીતે વોટ કરશો અને પોતાનું પોલિંગ બૂથ શોધશો તેના માટે અમે આજે તમને એક સરળ રસ્તો બતાવવા જઈ રહ્યા છે. જેની મદદથી તમે વોટર લિસ્ટમાં પોતાની નામ ચેક કરી શકો છો. સૌથી પહેલા તમે રાષ્ટ્રીય મતદાન સેવાની www.nvsp.in વેબસાઈટ ઓપન કરો. વેબસાઈટમાં તમને સર્ચ ઓપશન જોવા મળશે. તેના પર ક્લિક કરવાની સાથે જ એક નવી વિન્ડો ઓપન થશે. નવી વિન્ડોમાં મતદાન લિસ્ટમાં નામ સર્ચ કરવા માટે તમારી પાસે બે ઓપશન હશે.

પહેલી રીતમાં નામ, પિતાનું નામ, રાજ્ય, જન્મ તારીખ, વિધાનસભા ક્ષેત્ર વગેરે જેવી જાણકારી આપીને જોઈ શકાય છે. જયારે બીજી રીતમાં આઈડી કાર્ડના ક્રમ નંબરથી જાણી શકાય છે. તમને બંનેમાંથી જે પણ રસ્તો સારો લાગે તેને પસંદ કરી અને માહિતી એડ કરીને તમે ચેક કરી શકો છો.

આ પણ વાંચો: તામિલનાડુ: દુકાનથી જથ્થાબંધ કેશ મળી આવી, જોરદાર બબાલ થઇ

જાણકારી ભર્યા પછી કોર્ડ નાખીને સર્ચ કરો. જો હવે તમારું નામ મતદાન લિસ્ટમાં હશે તો તમને તે દેખાવવા લાગશે. બિહાર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના લોકો મેસેજ મોકલીને પણ મતદાન લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકે છે. તેના માટે તેમને 56677 પર ELE (10 આંકડાનો મતદાન આઈડી નંબર) લખીને મેસેજ કરવાનો રહેશે. આ મેસેજ મોકલવા માટે 3 રૂપિયા કાપી લેવામાં આવશે.

આ પણ વાંચો: હવે સિદ્ધુ પર ચાલ્યો ચૂંટણી કમિશનનો દંડો, ધર્મના નામે મત માંગવા પર થયો કેસ

English summary
How to search your name in Voter list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X