તામિલનાડુ: દુકાનથી જથ્થાબંધ કેશ મળી આવી, જોરદાર બબાલ થઇ
તામિલનાડુમાં થયેલી છાપામારી નાગે જોરદાર બબાલ મચી છે. થેની લોકસભા વિસ્તારમાં મોટી સંખ્યામાં પૈસા સંતાડ્યા હોવાની ખુફિયા માહિતી મળતા અધિકારીઓ ઘ્વારા છાપામારી કરવામાં આવી.
તામિલનાડુમાં થયેલી છાપામારી નાગે જોરદાર બબાલ મચી છે. થેની લોકસભા વિસ્તારમાં મોટી સંખ્યામાં પૈસા સંતાડ્યા હોવાની ખુફિયા માહિતી મળતા અધિકારીઓ ઘ્વારા છાપામારી કરવામાં આવી. આ દરમિયાન પોલીસને ટીટીવી દિનાકરણના નેતૃત્વ ધરાવતી AMMK જૂથના વિરોધનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં પરંતુ પોલીસને કાર્યકર્તાઓની ભીડને અલગ કરવા માટે હવામાં ગોળીબાર પણ કરવો પડ્યો.
આ પણ વાંચો: 2019માં કોણ બનાવી શકશે સરકાર, પૂર્વ પીએમ દેવગૌડાએ કરી ભવિષ્યવાણી

AMMK સમર્થકોએ હંગામો કર્યો, પોલીસને ગોળી ચલાવવી પડી
ખબર અનુસાર ટીટીવી દિનાકરણ જૂથના એક સમર્થકની જ આ દુકાન જણાવવામાં આવી રહી છે, જ્યાં પોલીસે છાપો માર્યો છે. ખુફિયા જાણકારીના આધારે ચૂંટણી પંચ ઘ્વારા અધિકારીઓ અને આવક વિભાગની ટીમ સાથે છાપો મારવામાં આવ્યો હતો, ત્યાં ખુબ જ મોટી માત્રામાં નોટોના બંડલ મળી આવ્યા. આ પૈસા કથિત રીતે વોટ ખરીદવા માટે વહેંચવાના હતા.

દુકાનદાર દુકાનનું શટલ પાડીને ફરાર
દુકાન પાસે ટીમ પહોંચતા જ દુકાનદાર દુકાનનું શટલ પાડીને ફરાર થઇ ગયો. ત્યારપછી ત્યાં જોરદાર હંગામો થયો AMMK સમર્થકો અને અધિકારીઓ વચ્ચે ખુબ જ વિવાદ થયો. મામલો એટલો બધો આગળ વધી ગયો કે પોલીસે હવામાં 4 રાઉન્ડ ફાયર કરીને કાર્યકર્તાઓની ભીડને વેરવિખેર કરવી પડી.

નોટોના બંડલ પર 300 રૂપિયા પ્રતિ વ્યક્તિ લખ્યું હતું
એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફાયરિંગમાં કોઈ ઘાયલ નથી થયું. આ ઘટનાના સંબંધમાં 4 એએમએમકે કાર્યકર્તાઓની અટક કરવામાં આવી છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખી રીતે પેક નોટોના બંડલને જપ્ત કરવામાં આવ્યા છે. આ પેકેટ પર વોર્ડ નંબર અને મતદાતાઓની સંખ્યા લખવામાં આવી હતી, તેના પર 300 રૂપિયા પ્રતિ વ્યક્તિ લખવામાં આવ્યું હતું. તામિલનાડુમાં 18 એપ્રિલે મતદાન થશે.












Click it and Unblock the Notifications
