For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનને પકડવો મુશ્કેલ જ નહીં પરંતુ ભારત માટે અશક્ય છે!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓગસ્ટ: પૂર્વ ગૃહ સચિવ આરકે સિંહના એક નિવેદનથી સોમવારે સનસની ફેલાઇ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે અટલ બિહારી વાજપેઇ વડાપ્રધાન હતા ત્યારે જ દાઉદને ભારત લાવવાની યોજના પર કાર્ય શરૂ થઇ ગયું હતું. તે સમયે દાઉદને ખતમ કરવા માટે ભારત સરકારે કેટલાંક લોકોને ઓપરેશન સાથે જોડ્યા અને તેમને ગુપ્ત ઠેકાણે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. જોકે દાઉદ સાથે મળેલ મુંબઇના પોલીસના કેટલાંક અધિકારીઓ તેમની ધરપકડ કરવા માટે પહોંચી ગયા અને જણાવ્યું હતું કે તેમની પાસે ટ્રેનિંગ લઇ રહેલા લોકો વિરુદ્ધ વોરંટ છે.

આરકે સિંહએ જણાવ્યું કે આ અધિકારીઓના પગલે આખું ઓપરેશન ઠપ થઇ ગયું. જોકે સિંહે એ પણ જણાવ્યું કે આ સમાચારની ખરાઇ નથી કરી શકતા. મુલાકાતમાં આરકે સિંહે દાઉદ માટે ગુપ્ત ઓપરેશનનું સમર્થન કર્યું પરંતુ એ પણ જણાવ્યું કે તેના માટે વડાપ્રધાન તરફથી નિર્દેશનની જરૂરત પડશે.

છેલ્લા કેટલાંક સમયથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલ ઘણા સમાચારો એક પછી એક કરીને આવી રહ્યા છે, મોટા ભાગના સમાચારો તેને પકડવા અને તેને ભારત લાવવા સાથે જ જોડાયેલ છે.

ભારતે ઘણી વાર ડોનને પકડવાની તૈયારી કરી પરંતુ તે હાથમાં આવ્યો નહીં. એક નજર નાખીએ કે આખરે ક્યારે ક્યારે ભારતે દાઉદ ઇબ્રાહિમને પકડવાની કોશિશ કરી પરંતુ છેલ્લા સમયે આ તમામ કોશિશો ફેઇલ ગઇ છે.

વર્ષ 1994

વર્ષ 1994

દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર અને તે સમયના સીબીઆઇના ડીઆઇજી રહેલા નીરજ કુમારે આ વર્ષની શરૂઆતમાં દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ સરેંડર કરવા ઇચ્છતું હતું પરંતુ સરકારની ઊણપના કારણે તેવું થઇ શક્યું નહીં.

વર્ષ 1994

વર્ષ 1994

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો વર્ષ 1994માં જ દાઉદ ઇબ્રાહિમને કરાચીમાં ખત્મ કરવાનો પ્લાન રૉને તૈયાર કરી લેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા સમયે તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે તેને રોકી દેવાનો આદેશ આપ્યો.

રૉનો વધુ એક પ્રયાસ

રૉનો વધુ એક પ્રયાસ

વર્ષ 1994માં રૉના એક પ્લાન અનુસાર ઇન્ડિયન એરફોર્સના એક ફાઇટર જેટને દાઉદનું પ્લેન એસ્કોર્ટ કરવાની તૈયારી હતી. ત્યારબાદ જેવું તેનું પ્લેન પાકિસ્તાન એરસ્પેસથી બહાર જતું તેને, મુંબઇમાં લેંડ કરાવવાની યોજના બનાવવામાં આવી.

દક્ષિણ આફ્રીકાની સાથે પણ નિષ્ફળતા

દક્ષિણ આફ્રીકાની સાથે પણ નિષ્ફળતા

પૂર્વ વિશેષ સચિવ વાપાલ્લા બાલચંદ્રન અનુસાર 20 સપ્ટેમ્બર 1994ના રોજ સાઉથ આફ્રીકાની ઇંટેલિજન્સ એજન્સીને દાઉદ ઇબ્રાહીમને પકડવામાં ભારતની મદદ જોઇએ હતી. ભારતને દાઉદ સાથે જોડાયેલ 18 પાસપોર્ટ પણ આપવામાં આવ્યા પરંતુ તે સમયે પણ સરકારે તેને નજરઅંદાજ કરી દીધું.

દાઉદની દીકરીના લગ્ન

દાઉદની દીકરીના લગ્ન

વર્ષ 2005માં દાઉદ ઇબ્રાહિમે પોતાની દીકરીના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્ર સાથે દુબઇમાં કર્યા હતા. પહેલા લગ્નમાં દાઉદના આવવાના કોઇ ખબર ન્હોતા પરંતુ બાદમાં માલૂમ પડ્યું કે દાઉદે પણ આ લગ્નમાં હાજરી આપી હતી.

વર્ષ 2013

વર્ષ 2013

વર્ષ 2011 અમેરિકાએ દાઉદ ઇબ્રાહિમને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ ગૃહમંત્રી રહેલા સુશીલ કુમાર શિંદેની માનીએ તો દાઉદ અંગે અમેરિકાને તમામ જાણકારી આપી દેવામાં આવી. પરંતુ ભારતે ગ્લોબલ ટેરરિસ્ટ વિરુદ્ધ કાર્યવાઇમાં મદદનો અનુરોધ નથી કર્યો.

વર્ષ 2013

વર્ષ 2013

ડિફેંસફોરમ ઓફ ઇન્ડિયા આ વેબસાઇટની માનીએ તો વર્ષ 2013માં રૉ તરફથી એક કોવર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેના માટે નવ એજન્ટ દ્વારા કરાચીમાં એક ખાસ ઓપરેશનની તૈયારી પણ હતી પરંતુ છેલ્લે એક કોલના કારણે આ ઓપરેશનને રોકી દેવામાં આવ્યું.

English summary
7 times when don Dawood Ibrahim slipped from India's hand. A new claim has made this issue more complicated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X