આદિત્ય L1નું 'PAPA' પૃથ્વીથી 15 લાખ કિમી દૂર કેવી રીતે કરશે કામ?
ISROનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું હતું, જ્યાં વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ત્યાં તેમનું રોવર પ્રજ્ઞાન સતત રિસર્ચ કરીને ડેટા મોકલતો હતો. હવે ભારતીય અવકાશ એજન્સીની નજર સૂર્ય પર છે. જેના માટે આદિત્ય L1 વાહન 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે.
જો કે તમે આદિત્ય L1 વિશે ઘણું વાંચ્યું હશે, પરંતુ આજે અમે તમને તેના 'PAPA' વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમના આ 'PAPA' સમગ્ર મિશનમાં મહત્વની ભૂમિકા ભજવવાના છે. જેની ઈસરોએ ખાસ તૈયારી કરી છે.

ISRO અનુસાર આદિત્ય L1 પાસે કુલ સાત પેલોડ છે, જેમાંથી એકનું નામ 'PAPA' છે. 'PAPA' નું પૂર્ણ સ્વરૂપ 'પ્લાઝમા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય' છે. આ સૌર પવન/કણ વિશ્લેષક ઇલેક્ટ્રોન અને ભારે આયનોનો અભ્યાસ કરશે.
અન્ય અહેવાલ મુજબ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ખાતે સ્થિત સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી (SPL) સૌર પવનોના રહસ્યને ઉકેલવા માંગે છે. આ માટે તેણે આદિત્ય યાનમાં 'PAPA' ઇન્સ્ટોલ કર્યું છે. તે સૂર્યમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનની ઊર્જા, તેમાં રહેલા પ્રોટોન, આયનોની ઊર્જા અને દળ જોશે.
'PAPA'ની સૌથી ખાસ વાત એ છે કે તે વજનમાં ખૂબ જ હલકો છે. તેનું વજન માત્ર 8 કિલો છે, જેના કારણે તે વાહનમાં સરળતાથી ફિટ થઈ જાય છે. આ પેલોડને ઇલેક્ટ્રોમેગ્નેટિક અને પાર્ટિકલ ડિટેક્ટરની મદદથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી તે ક્રોમોસ્ફિયર, ફોટોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તરોનો આરામથી અભ્યાસ કરી શકે.
આ છે આદિત્યના 7 પેલોડ
- વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC)
- સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT)
- એનર્જી લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (સોલેક્સ)
- હાઇ એનર્જી L1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS)
- આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX)
- પ્લાઝમા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય (PAPA)
- એડવાન્સ્ડ ટ્રાઇ-એક્સેલ હાઇ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નો મીટર
કેટલુ દુર જશે આ યાન?
જો કે, ઘણા લોકોને લાગે છેકે તે ચંદ્રયાનની જેમ સૂર્ય પર જશે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આદિત્ય અવકાશયાનને લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1)ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. જો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 કરોડ કિમી છે, પરંતુ આદિત્યની સ્થાપના આપણા ગ્રહથી માત્ર 15 લાખ કિમી દૂર થશે. ત્યાંથી તે સૂર્ય પર સંશોધન કરશે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
