કયા નિયમો હેઠળ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનથી પાછા આવી રહ્યા છે ભારત
એવી કઈ પ્રક્રિયા છે હેઠળ અભિનંદનને પાકિસ્તાનથી દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે.
વિંગ કમાંડર અભિનંદન હવે થોડાક જ સમયમાં પોતાના વતનમાં પાછા ફરશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરુવારે સાંજે લગભગ ચાર વાગે તેમને દેશ મોકલવાનું એલાન કર્યુ. અભિનંદનના પાછા આવવાના સમાચારથી આખો દેશ ઝૂમી રહ્યો છે. છેલ્લા 48 કલાકોમાં દેશને એક નવો હીરો મળ્યો છે અને આ નાયક પર આખા દેશને ગર્વ છે. વિંગ કમાંડર અભિનંદનના માતાપિતા એર માર્શલ (રિટાયર્ડ) એસ વર્તમાન અને મા શોભા ચેન્નઈથી ગુરુવારે સાંજે રવાના થઈ ગયા હતા. હાલમાં તે અમૃતસરમાં છે. એવી કઈ પ્રક્રિયા છે હેઠળ અભિનંદનને પાકિસ્તાનથી દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. આવો આજે અમે તમને જણાવીએ કે જ્યારે કોઈ ભારતીય સૈનિક પાકિસ્તાન એટલે કે દુશ્મન દેશમાં પકડી લેવામાં આવે છે તો તેને કેવી રીતે પાછા લાવવામાં આવે છે.

રેડ ક્રોસ સોસાયટીની જવાબદારી
ભારત અને પાકિસ્તાન બંને જિનિવા કન્વેન્શનના હસ્તાક્ષરકર્તા છે. જેવા ઈમરાન ખાને તેમના પાછા આવવાનું એલાન કર્યુ, પાકિસ્તાન સ્થિત ઈન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસ (આઈસીઆરસી) પર અભિનંદનની પાછા લાવવાની જવાબદારી આવી ગઈ. વિંગ કમાંડર અભિનંદનને પાકિસ્તાનના મિલિટરી ઑફિસર્સ રાવલપિંડીથી લઈને લાહોર ગયા. અહીં જ્યુડિશિયલ કમિશન ઑફ પાકિસ્તાન (જેસીપી)ને સોંપવામાં આવ્યા. શુક્રવારે બપોરે વિંગ કમાંડર અભિનંદન આઈસસીઆરસીની જવાબદારીમાં આવી ગયા. અહીં રેડ ક્રોસના ડૉક્ટરોએ તેમનું મેડીકલ ચેક અપ કર્યુ. ત્યારબાદ તેમને ભારતીય રાજદૂતોના હવાલે કરી દેવામાં આવ્યા.

ભારતમાં થશે મેડીકલ ચેકઅપ
ભારતીય અધિકારી જેમાં ડૉક્ટર પણ હોય છે તેમણે પણ વિંગ કમાંડર અભિનંદનનું મેડીકલ ચેકઅપ કર્યુ. ચેક અપ પૂરુ થયા બાદ અને દરેક પ્રકારની તપાસ થયા બાદ તેમને લાહોરથી લઈને અમૃતસર સ્થિત વાઘા અટારી બોર્ડર પર લાવવામાં આવશે. અહીં અભિનંદનને બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફને સોંપવામાં આવશે. બીએસએફ તેમને એરફોર્સના હવાલે કરશે અને પછી તે અમૃતસરથી દિલ્લી લાવશે. દિલ્લીમાં અભિનંદનનું ફરીથી મેડીકલ ચેકઅપ થશે. તેમને ઈન્ટેલીજન્સ અને સિક્યોરિટી ઓફસર અમુક જરૂરી સવાલ પણ પૂછશે.

આઠ દિવસ બાદ ભારત આવ્યા હતા નચિકેતા
વર્ષ 1999માં જ્યારે પાકિસ્તાને ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને બંદી બનાવી લીધા હતા તો તે સમયે પણ રેડ ક્રોસ સોસાયટી જ તેમને દેશમાં પાછા લઈને આવ્યા હતા. કે નચિકેતાને આઠ દિવસ બાદ પાકિસ્તાને મુક્ત કર્યા હતા અને તેમની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ. અભિનંદનના પિતાને એ વાતની ચિંતા હતી કે પાક સૈનિકોએ તેમના પુત્રને ટૉર્ચર ન કર્યા હોય.












Click it and Unblock the Notifications
