ફલકનુમા એક્સપ્રેસમાં લાગી આગ, મુસાફરો સુરક્ષિત
Train Accident : તેલંગાણાના પાટનગર શહેર હૈદરાબાદ નજીક હાવડાથી સિકંદરાબાદ જઇ રહેલી ફલકનુમા એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રેન અકસ્માત અંગે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ મુસાફરો સુરક્ષિત છે.
તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં ફલકનુમા એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બનતા લોકોમાં ડર ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન હૌરાહથી સિકંદરાબાદ સુધી ચાલે છે. ડરના કારણે મુસાફરો ચાલુ ટ્રેનમાંથી કુદી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બોમ્માઈપલ્લી અને પગીડીપલ્લી વચ્ચે ટ્રેન રોકાઈ હતી. જેમાં S4, S5, S6 ડબ્બાઓમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Howrah to Secunderabad Falaknuma Express catches fire near Hyderabad. Passengers are safe, authorities said#FalaknumaExpress #Hyderabad pic.twitter.com/cWPjnHmyIt
— Arun Pruthvy Sandilya (@arunsandilya) July 7, 2023












Click it and Unblock the Notifications
