For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપર 30નું નવું પોસ્ટર જોઈ આનંદ કુમાર રહી ગયા દંગ, જાણો કોણ છે આનંદ કુમાર

સુપર 30નું નવું પોસ્ટર જોઈ આનંદ કુમાર રહી ગયા દંગ, જાણો કોણ છે આનંદ કુમાર

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સુપર 30'નું પોસ્ટર આજે રિલીઝ થઈ ગયું છે, અભિનેતા રિતિક રોશને 'શિક્ષક દિવસ'ના અવસર પર પોસ્ટર જાહેર કર્યું છે જે બહુ રસપ્રદ જણાઈ રહ્યું છે. ફિલ્મમાં રિતિક રોશન Super 30ના સંસ્થાપક આનંદ કુમારનો રોલ નિભાવી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં રિતિક ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરની ટેગ લાઈન છે કે 'અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા... અબ રાજા વહી બનેગા જો હકદાર હોગા!'

દેશના તમામ શિક્ષકોને સમર્પિત છે સુપર 30: આનંદ કુમાર

ફિલ્મના પોસ્ટરને સકારાત્મક રિએક્શન મળી રહ્યા છે પરંતુ સૌથી રસપ્રદ પ્રતિક્રિયા આનંદ કુમાર તરફથી આવી છે, એમણે કહ્યું કે આ ફિલ્મના માધ્યમથી માત્ર યુવકોને નિરાશામાંથી કાઢવાનો જ પ્રયત્ન નથી કરવામાં આવ્યો બલકે એમને શિક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપીને દેશને પ્રગતિના પંથે આગળ વધારવા માટે ઉત્સાહિત કરવાની કોશિશ પણ કરવામાં આવી છે, આ ફિલ્મ દેશના તમામ શિક્ષકોને સમર્પિત છે જેઓ શિક્ષણના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં લાગ્યા છે.

જાણો રિતિકે શું કહ્યું?

અગાઉ રિતિક રોશને પણ ફિલ્મને લઈને ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે લકી છું કે આનંદ કુમારનો રોલ નિભાવવાનો મોકો મળ્યો, આનંદ કુમાર દેશના રીયલ હીરો છે. જણાવી દઈએ કે આનંદ કુમારે ખુદગરજી, માણસાઈ અને ઈમાનદારીને જીવતી રાખતા દેશમાં જીનિયસની સેના ઉભી કરવાના સમ ખાધા હતા.

આનંદ કુમારનો જન્મ પટનામાં થયો

આનંદ કુમારનો જન્મ પટનામાં થયો

ઉલ્લેખનીય છે કે સુપર-30 કોચિંગના સંસ્થાપક આનંદ કુમારનો જન્મ પટનામાં થયો હતો અને તેમના પિતા ટપાલીની નોકરી કરતા હતા. ગરીબ પરિવારમાં જન્મેલા આનંદ કુમાર બહુ જ જલદી આર્થિક અભાવ અને મોંઘા અભ્યાસની કિંમત સમજી ગયા હતા.

સપનું પૂરું ન થઈ શક્યું

સપનું પૂરું ન થઈ શક્યું

સરકારી શાળામાં શરૂઆતી અભ્યાસ મેળવનાર આનંદ કુમારને ગણીતમાં વધુ રસ હતો. એમણે પણ વૈજ્ઞાનિક અને એન્જીનિયર બનવાનું સપનું જોયું હતું, ગ્રેજ્યુએશન દરમિયાન એમણે નંબર થિયરીમાં પેપર સબમિટ કર્યાં જે મેથેમેટિકલ સ્પેક્ટ્રમ અને મેથેમેટિકલ ગેઝેટમાં પબ્લિશ થયાં. બાદમાં એણણે કેમ્બ્રિઝ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આમંત્રણ મળ્યું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમનું સપનું પૂરું ન થઈ શક્યું, બસ આ દુઃખને જ પોતાની તાકાત બનાવી તેમણે નિર્ણય કર્યો કે તેઓ દેશના ગરીબ બાળકોનું ભવિષ્ય બનાવશે.

પિતાનું નિધન

પિતાનું નિધન

પરંતુ આ દરમિયાન 23 ઓગસ્ટ 1994ના રોજ હાર્ટ અટેક આવતા આનંદ કુમારના પિતાનું નિધન થયું, પિતાની જગ્યાએ આનંદ કુમારને પોસ્ટ વિભાગમાં નોકરી મળી રહી હતી પરંતુ તેમણે આ નોકરી ઠુકરાવી દીધી. પિતાના નિધન બાદ આખું ઘર ગરીબીની લપેટમાં આવી ગયું, ઘર ચલાવવા માટે આનંદ કુમારની માતાએ ઘરે પાપડ બનાવવાનું શરૂ કર્યું જેને આનંદ અને તેમના ભાઈ ઘરે-ઘરે જઈને વેંચતા હતા.

કોચિંગ ક્લાસ શરૂ કર્યા

કોચિંગ ક્લાસ શરૂ કર્યા

જેના થોડા સમય બાદ હાલાત સુધારવા માટે આનંદ કુમારે પોતાના ઘરમાં જ 'રામાનુજમ સ્કૂલ ઑફ મેથેમેટિકસ' નામથી કૉચિંગ શરૂ કર્યું, જેમાં શરૂઆતમાં બે વિદ્યાર્થીઓ આવ્યા અને આનંદે તેમની પાસેથી 500 રૂપિયાની ફી લીધી હતી. આ દરમિયાન એમની પાસે એક એવો વિદ્યાર્થી આવ્યો જેણે કહ્યું કે ભણવા તો માગે છે પણ તેની પાસે ફીના રૂપિયા નથી. એ વિદ્યાર્થીમાં આનંદને ખુદની છબી દેખાણી અને બાદમાં તે વિદ્યાર્થીને ભણાવવામાં લાગી ગયા, દિવસ-રાતની મહેનત બાદ તે વિદ્યાર્થી આઈઆઈટીની પ્રવેશ પરીક્ષામાં સફળ થયો.

સુપર 30ની સ્થાપના કરી

સુપર 30ની સ્થાપના કરી

બસ અહીંથી જ તેમના દિમાગમાં સુપર 30નો વિચાર આવ્યો અને એમણે 2002માં સુપર 30ની સ્થાપના કરી જેમાં એવાં ગરીબ બચ્ચોને ભણાવવામાં આવતાં જેઓ ભણવા માગતા હતાં પણ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે આઈઆઈટી જેવી સંસ્થાઓમાં જવાની તૈયારી નહોતા કરી શકતા. સુપર 30નો ખર્ચો આનંદ કુમાર ખુદ પોતાના પૈસેથી ઉઠાવે છે અને આ વિશે તેઓ કહે છે કે સુપર 30 સંસ્થાને મોટી કરવા માટે રૂપિયા નથી જોઈતા, હા તમારાં સપનાં જરૂર જોઈએ છે. આ પણ વાંચો-Teachers Day: જાણો પ્રાચીન ભારતના 10 સૌથી મહાન ગુરુઓ વિશે

English summary
Hrithik Roshan Looks Convincing As Anand Kumar In Super 30 First Look Poster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X